Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બર્ધન ચોકમાંથી ૧૦ રેંકડી, પથારાવાળાનો માલસામાન જપ્ત

જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા નો હોકિંગ ઝોનનો અમલ શરૂ!!

જામનગરના માંડવી ટાવર, બર્ધનચોક વિસ્તારમાં ગઈ સાંજે ફરી એક વખત મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સમયે કેટલીક રેંકડી અને પથારાવાળાનો માલસામાન પણ કબજે લેવાયો હતો. જામનગરના બર્ધનચોક વિસ્તારમાં ગઈ સાંજે ફરી એક વખત નોે-હોકિંગ ઝોનના આદેશની અમલવારી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી એન.આર. દિક્ષિત, સુનિલ ભાનુશાળીની આગેવાનીમાં એસ્ટેટ વિભાગની ટીમ વાહનો સાથે પહોંચી હતી, અને જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ધંધો-વ્યવસાય કરતા ર૦ પથારાવાળાનો માલસામાન જપ્ત કર્યો હતો તથા ૧૦ રેંકડીઓ કબજે કરી હતી તથા સમગ્ર વિસ્તારમાંથી ધંધાર્થીઓને દૂર ખસેડી વિસ્તારને દબાણ મુક્ત કરાયો હતો. આ સમયે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh