Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના શ્રમિકના એકવર્ષના દીકરાના હૃદયનું સફળ ઓપરેશનઃ પરિવાર ખુશ

તાલુકાની લોકલ ટીમના પ્રયાસો થકી

જામનગર તા. ર૦: જોડિયા ગામમાં છુટક કામ કરતા અને હાલમાં જામનગર શહેરમાં રહેતા ગૌતમભાઈ બોરીચાના ઘરે ગત તા. ૧૧-૧૦-ર૩ ના પુત્રનો જન્મ થયો હતો. આ બાળક જન્મ સમયે તંદુરસ્ત જણાયું હતું અને તેનું વજન ર.પ કિલોગ્રામ હતું. છેલ્લા થોડા સમયથી બાળકની તબિયત બગડવા લાગી હતી. બોરીચા પરિવાર હાલ જામનગર રહેતો હોવાથી તેઓ ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં તપાસ અર્થે ગયા હતાં.

ત્યાંના ડોકટર દ્વારા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ માસુમ બાળકને હૃદયની તકલીફ છે. તેથી તાત્કાલિક ઓપરેશન કરાવવા માટે અમદાવાદ હોસ્પિટલ જવા માટે વાલીને સમજાવવામાં આવ્યા. લાભાર્થી જોડિયા તાલુકાના હોય અને ત્યાંના લોકલ આરોગ્ય ટીમના સભ્યોથી પરિચિત હોય આ વાતની જાણ જોડિયા તાલુકાની આરોગ્ય ટીમને કરવામાં આવી.

જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સંજય સોમૈયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત આરબીએસકે ટીમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો. સેજલ કરકર અને ડો. દેવજી નકુમ દ્વારા શાળા આરોગ્ય તપાસણીના કાર્યક્રમ દરમિયાન લાભાર્થીની ગૃહ મુલાકાત લેવામાં આવી હતી અને તેમનું સંદર્ભ કાર્ડ ભરી આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા તા. ર૦-૦૪-ર૦ર૪ ના અમદાવાદમાં યુ.એન. મહેતા હોસ્પિટલમાં તેમને રીફર કરવામાં આવ્યા હતાં. તેમજ તેમની સાથે નિયમિત સંપર્ક રાખવામાં આવ્યો હતો. અમદાવાદમાં પ્રાથમિક તપાસ દરમિયાન ઈસીજી, રડી-ઈસીએચઓ, બ્લડ રિપોર્ટ કરાયા બાદ બાળકનું ૩ દિવસ ઓપરેશન ચાલ્યંુ હતું. તારીખ ર૭, ર૮, ર૯-૪-ર૦ર૪ ના બાળકના હૃદયના કાણાની શસ્ત્રક્રિયા અને જરૂરી સારવાર કરીને સફળ રીતે ક્ષતિને દૂર કરવામાં આવી હતી. આજે આ બાળક હસીખુશી રમી રહ્યું છે. આ બદલ તેમના પરિવારજનો જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh