Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આગામી તા. રર સપ્ટેમ્બરે
જામનગર તા. ર૦: જામનગરના ધનકુંવરબાઈ મહાસતીજી સ્વામી ભકત મંડળની યાદીમાં જણાવ્યા અનુસાર પ.પૂ. ધનકુંવરબાઈ મહાસતીજીની ૩૧મી પૂણ્યતિથિ ભાવદરવા વદ પાંચમને દિવસે તા. રર-૯-ર૪ને રવિવારે તેમના ઉપાશ્રયમાં ઉજવવામાં આવશે. ઉકત પ્રસંગે હાલ તેજ પ્રકાશ ઉપાશ્રય બીરાજતા બ્રા.બ્ર.શ્રી હસ્મિતાબાઈ મહાસતીજી આદિઠાણાનો ત્રણ ત્યાં પધારશે, તો તેઓના દર્શન-વ્યાખ્યાન શ્રવણ આદિનો લાભ લેવા જેમાં સવારે ૮-૪પ થી ૯-૧પ પ્રાર્થના (મોટી સાધુ વંદનાની), સવારે ૯-૧પ થી ૧૦-૩૦ વ્યાખ્યાન, બપોરે ૧ર વાગ્યે નિરાંભી આયંબિલ (દાળીયા-મમરાની આયંબિલ) દશા શ્રીમાળી વાડી, રાજગોર ફળીમાં, દાતા શ્રી સ્વ. વકીલશ્રી દલસુખલાલ મોહનલાલ મહેતા (હસ્તે : શ્રી જયશ્રીબેન મહેતા તરફથી) બપોરે ર-૩૦ થી પ-૩૦ ફકત બહેનો માટે ત્રણ-ત્રણ સામાયિક અને જાપ તેમજ સાંજે પ-૩૦ વાગ્યે બટુક ભોજન (સ્વ. મનહરલાલ ઓમતચંદ દડીયા, હસ્તે જયદેવીબેન દડીયા તરફથી) રાખવામાં આવ્યું છે. ઉપરોકત પ્રસંગે મહાસતીજી ધનકુંવરબાઈ સ્વામી ભકત મંડળ તથા જુદા જુદા દાતાઓ તરફથી બહુમાન તથા પ્રભાવના કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial