Advertisement
Author: નોબત સમાચાર

ગૃહ ઉદ્યોગ, વ્યવસાય તથા વેપારના ભવ્ય પ્રદર્શન અને વેચાણનું આયોજન

જૈન મહિલાઓ સંચાલિત

જામનગર તા. ર૦: જૈન સોશ્યલ ગ્રુપ નવાનગર, જામનગર દ્વારા જૈન, મહિલાઓને સ્વાવલંબી થવામાં મદદરૂપ થવાના ઉમદા આશયથી ૧૦ વર્ષથી, દર વર્ષે જૈન મહિલાઓ દ્વારા ઉત્પાદિત વિવિધ વસ્તુઓ, અને તેમના વ્યવસાય કે જે વેપાર કરતા હોય તે ઉત્પાદનોને યોગ્ય રીતે પ્રદર્શિત કરી અનેક લોકો સુધી પહોંચાડી શકાય તે અર્થે પ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામાં આવે છે.

જૈન સોશ્યલ ગ્રુપ નવાનગર, જામનગર દ્વારા યોજાતા પ્રદર્શન અને વેચાણની પ્રતિ વર્ષ અનેક લોકો મુલાકાત લ્યે છે જેથી સ્ટોલ ધારક જૈન મહિલાઓને પોતાનું હુન્નર અને કૌશલ્ય પ્રદર્શિત કરવાનો અનેરો અવસર મળે છે. જૈન મહિલાઓ દ્વારા ઉત્પાદિત/વેચવામાં આવતી વસ્તુઓ માટે બહોળી સંખ્યામાં કાયમી ગ્રાહકો મળે છે તેમને સ્વાવલંબી અને આત્મનિર્ભર થવામાં મદદરૂપ થાય છે.

જૈન સોશ્યલ ગ્રુપ નવાનગર, જામનગર દ્વારા યોજાતા પ્રદર્શન અને વેચાણની વિશેષતા એ છે કે મનોદિવ્યાંગ બાળકોના રોટરી-આસ્થા ડે-કેર સેન્ટર તથા અંધજન તાલીમ કેન્દ્રને નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવે છે જેથી દિવ્યાંગ લોકો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓથી લોકો માહિતગાર થાય અને તેમની વસ્તુઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહિત કરી શકે.

આ પ્રદર્શન અને વેચાણમાં રાખવામાં આવતા ફૂડ-કોર્ટ માં ઉપલબ્ધ વિવિધ જૈન-વાનગીઓનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે !! હાઈપર એકટીવ ગ્રુપ ના જામનગરના નામાંકિત જૈન પરિવારના લોકો જાતે વાનગી બનાવે,  ખૂબ કિફાયતી ભાવે પ્રેમથી પીરસે અને તેમાંથી જે નફો થાય તેમાં પોતા તરફથી રકમ ઉમેરીને રોટરી કલબ જામનગર અનુદાનિત આસ્થા ડે-કેર સેન્ટરના મનો દિવ્યાંગ બાળકોને અર્પણ કરવામાં આવે છે!!

જામનગરના આંગણે આજથી તા. રર સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે પ્રદર્શન અને વેચાણમાં બાળકો માટે ગેમ-ઝોન, બલુન શુટિંગ, મટકા ઝોન અને બહેનો માટે પ્રાદેશિક પરિધાન સ્પર્ધા, તમામ મુલાકાતીઓ માટે ૩૬૦ ડીગ્રી સેલ્ફી ઝોન જેવા વિવિધ આકર્ષણોનું પણ આયોજન કરવામાં આવેલ છે. મુલાકાતીઓના લાભાર્થે દર કલાકે લક્કી ડ્રો, રોજ રાત્રે મેગા ડ્રો અને  ત્રણેય દિવસના મુલાકાતીઓના કુપનના સુપર મેગા ડ્રોનું પણ વિશેષ આયોજન છે. આ પ્રદર્શન-કમ-વેચાણનું આયોજન પવનચક્કી પાસે કુંવરબાઈ જૈન ધર્મશાળામાં કરવામાં આવ્યું છે. વિવિધ ઉમદા હેતુથી આયોજીત આ પ્રદર્શન અને વેચાણની અવશ્ય મુલાકાત લેશો. વધુ વિગત માટે ૯૯૭૯૯ ૬૯પ૯પ/ ૯૮૭૯પ ૧પપ૯ર, ૯૯૯૮૯ ૬૦૦પ૦નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh