Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે મંજુરી આપી દેતા
નવી દિલ્હી તા. ર૦: કેન્દ્રિય ગૃહમંત્રાલયે સીબીઆઈને મંજુરી આપી દેતા હવે દિલ્હીની કોર્ટમાં લેન્ડ ફોર જોબ કેસમાં લાલુપ્રસાદ યાદવ સામે કેસ ચાલશે, તેમ જાણવા મળે છે.
રેલવેમાં જમીનના બદલામાં નોકરી આપવાના મામલે રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી ગઈ છે. કેન્દ્ર સરકારે કથિત લેન્ડ ફોર જોબ કૌભાંડમાં બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવ વિરૂદ્ધ કેસ ચલાવવાની મંજુરી આપી દીધી છે.
સીબીઆઈની ફાઈનલ ચાર્જશીટ પર ગૃહમંત્રાલયે કેસ ચલાવવાની મંજુરી આપી છે. કેન્દ્રિય તપાસ એજન્સી દ્વારા દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટને આ અંગે જાણકારી આપવામાં આવી છે.
મીડિયા અહેવાલો મુજબ આ કેસની આગામી સુનાવણી ૧પ ઓક્ટોબરના દિલ્હી કોર્ટમાં થશે. સીબીઆઈએ અન્ય આરોપીઓ સામે કેસ ચલાવવાની અરજી પણ ગૃહ મંત્રાલયને આપી છે. તપાસ એજન્સીને આશા છે કે ટૂંક સમયમાં તેની મંજુરી પણ મળી જશે.
બીજી તરફ એક દિવસ પહેલા જ લેન્ડ ફોર જોબ કેસના મની લોન્ડરીંગ સાથે સંબંધિત મામલે પણ લાલુ પરિવારની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે બુધવારે ઈડીની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ પર સંજ્ઞાન લેતા આ મામલે આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સહિત અન્ય આરોપીઓને સમન્સ પાઠવવામાં આવ્યું છે. કોર્ટે તેમને ૭ ઓક્ટોબરના રજૂ થવા માટે કહ્યું છે.
ખાસ વાત એ છે કે લાલુના મોટા દીકરા તેજપ્રતાપ યાદવને પણ પ્રથમ વખત આ કેસમાં કોર્ટનું સમન્સ મળ્યું છે. આ મામલો ર૦૦૪ થી ર૦૦૯ વચ્ચેના સમયગાળાનો છે, જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતાં. આરોપ છે કે તેમના કાર્યકાળમાં નિયમોની અવગણના કરીને કેટલાક લોકોને રેલવે ગ્રુપ ડીની પોસ્ટ પર નોકરી આપવામાં આવી હતી. નોકરી મેળવવા માટે લોકોએ લાલુ પરિવારને બજાર કિંમત કરતા પાંચગણા ઓછા ભાવે પોતાની જમીન વેંચી દીધી હતી. આમાં કેટલીક જમીન લાલુ યાદવના પરિવારના નામે હતી તો કેટલીક જમીન તેમના નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યોના નામે હતી.
સીબીઆઈ આ કેસના ગુનાહિત પાસા પર તપાસ કરી રહી છે, જ્યારે ઈડી મની લોન્ડરીંગના પાસા પર તપાસકરી રહી છે. બન્ને તપાસ એજન્સીઓએ લાલુ પરિવારના સભ્યો પર સકંજો કસ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial