Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ સહિત ભાજપના નેતાઓની રજુઆત પછી
જામનગર તા. ૨૦: જામનગર જિલ્લા તથા મોરબી તાલુકાના બિસ્માર માર્ગોના રીપેરીંગ, સ્ટ્રેન્ધનીંગ તથા રીસર્ફેસીંગના કામ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭૪૭૫ લાખના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
જામનગરના સાંસદ પૂનમબેન માડમ તેમજ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા, પૂર્વ મંત્રી ચિમનભાઈ શાપરીયાએ કરેલી રજુઆતના પગલે મુખ્યમંત્રીએ આ રસ્તાના કામને સૈદ્ધાંતિક મંજુરી આપી છે.
આ મહત્ત્વના માર્ગોના કામો છેલ્લા સાત વરસથી સમથળ કરાયા નથી તેવા ડેરી માર્ગ, આર.આર.૫ી. રસ્તા, ગ્રામ્ય માર્ગોને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ખાસ અંગભૂત કાર્યક્રમ હેઠળ મંજુર કરવામાં આવતા જામનગર જિલ્લા અને મોરબી તાલુકાના ૩૬ માર્ગના કામો થશે અને લગત વિસ્તારોના ગામો માટે પરિવહન માટે સાનુકૂળતા થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial