Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા.ર૦: દ્વારકા નજીકના શિવરાજપુર ગામે પ૦૦ વર્ષથી દર વર્ષે હઝરત જાકુબશા પીરની દરગાહે ભાદરવી પૂર્ણિમાએ પરંપરાગત રીતે યોજાતા મલ્લકુસ્તી મેળામાં કુસ્તીબાજોએ હોંશભેર ભાગ લીધો હતો. આ પરંપરાગત મેળામાં હિન્દુ મુસ્લિમ બંને કોમના ગ્રામીણ વિસ્તારના મલ્લ-કુસ્તીબાજો દ્વંદ્વ કુસ્તી લડે છે. આ પ્રસંગે પૌરાણિક હઝરત જાકુબશા પીરની દરગાહે ઉર્ષ શરીફનું પણ આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. આ વર્ષે ર૦૦ જેટલા કસ્તુબાજોએ પોતાનું કૌવત દાખવ્યું હતું. અગાઉના સમયમાં રાજા મહારાજાઓ સૈન્યમાં ભરતી માટે આવા કુસ્તીમેળો યોજતા હતાં. રાજવી કાળથી અહીં પરંપરાગત કુસ્તીમેળા યોજવામાં આવી રહ્યા છે. ગામ તરફથી વિજેતા કુસ્તીબાજોને ઈનામોનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે. સ્થાનીય લોકસંસ્કૃતિના પ્રતીક સમા આ કુસ્તીમેળાને નિહાળવા બહોળી સંખ્યામાં રમતવીરો ઉપરાંત સ્થાનીય ગ્રામીણ જનમેદની ઉમટી પડી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial