Advertisement
Author: નોબત સમાચાર

બેડીનાકા પાસે જાહેરમાં કરાતા વઘારથી વેપારીઓ-વાહનચાલકો બન્યા પરેશાન

'રેડ ચીલી'માં નથી કરાઈ ફાયર તથા ચીમનીની વ્યવસ્થાઃ

જામનગર તા. ૨૦: જામનગરમાં બેડીનાકા પાસે આવેલા ખાણીપીણીના પાર્સલ પોઈન્ટ પર જાહેરમાં વઘાર-ધુંગારના કારણે આજુબાજુની દુકાનોવાળા પરેશાન થયા છે. એક દુકાનદારે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ તેની રજૂઆત કરી છે. આ દુકાનમાં વપરાતા ગેસના બાટલાના કારણે આગની ભીતિ પણ હોવાનું જણાવાયું છે.

જામનગરના બેડીનાકા જેવા સતત ધમધમતા વિસ્તારમાં રામમંદિરની પાછળના ભાગમાં આવેલી રેડ ચીલી પાર્સલ પોઈન્ટ નામની દુકાનમાં પંજાબી તથા ચાઈનીઝ ખાણાનો વ્યવસાય કરવામાં આવે છે. તે દુકાનના સંચાલક દ્વારા ચીમનીની વ્યવસ્થા કર્યા વગર જ વઘાર કરવામાં આવતો હોવાથી ધૂમાડાનું ભારે પ્રદૂષણ પ્રસરી રહ્યું હોવાનું બાજુમાં જ દુકાન ધરાવતા ખેતાણી ટાઈલ્સવાળા નિલેશ રસીકભાઈ ખેતાણીએ એસડીએમ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું છે.

અરજીમાં જણાવવામાં આવ્યા મુજબ તે દુકાનમાં કરાતા વઘારના કારણે બપોરે તથા સાંજના સમયે જ્યારે આ રોડ પર ભારે ટ્રાફિક હોય છે ત્યારે ધૂમાડો પ્રસરે છે અને તેના કારણે બાજુમાં આવેલી દુકાનોના વેપારીઓ તેમજ ત્યાં આવતા ગ્રાહકોના સ્વાસ્થ્ય પર અસર થવા ઉપરાંત રોડ પરથી વાહન લઈને જતાં નાગરિકો પણ ઉધરસ ચઢી જાય તે રીતે પરેશાન થઈ રહ્યા છે.

કાયમી ટ્રાફિકથી ધમધમી રહેલા આ વિસ્તારમાં રેડ ચીલી પાર્સલ પોઈન્ટના સંચાલક દ્વારા પોતાના ધંધા માટે રસોડાની અલગ વ્યવસ્થા કે ચીમની મૂક્યા વગર જ વઘાર કરવામાં આવવા ઉપરાંત જાહેર રોડ પર ગેસના બાટલાનો ઉપયોગ કરાતો હોવાથી ગમે ત્યારે આગ લાગવાની પણ ભીતિ રહેતી હોવાનું રજુઆતના અંતમાં જણાવી અરજદારે ઉમેર્યું છે કે, આ દુકાનમાં ફાયર સેફ્ટીના પુરતા સાધનો પણ ઉપલબ્ધ કરાવ્યા વગર અગ્નિને લગતો વ્યવસાય કરાઈ રહ્યો છે. આ ન્યુસન્સ તાકીદે અટકાવવા માગણી કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh