Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કરોડોના દંડની વિગતો જાહેર થયા પછી બહાર આવી હકીકતઃ
જામનગર તા. ૨૦: જામનગરના જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડને રૂ. ૫૬ કરોડ ઉપરાંતનો દંડ ભરવા હુકમ કરાયો હોવાની વિગતો જાહેર થયા પછી જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડે તે દંડ પાછળ છૂપાયેલી હકીકતો જાહેર કરી છે.
જામનગરના જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડને રૂ. ૫૬ કરોડ ઉપરાંતનો દંડ ભરવા આદેશ કરવામાં આવ્યો હોવાની વિગતો અબ્દુલ્લા વલીમામદ બ્લોચ તથા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પૂર્વ ટ્રસ્ટી યાકુબ જુવારીયાએ આપ્યા પછી ટ્રસ્ટ બોર્ડે જણાવ્યું છે કે, અગાઉ જુમ્મા મસ્જિદમાં સેક્રેટરી- ટ્રસ્ટી તરીકે જ્યારે યાકુબ હસન જુવારીયા ખુદ જ સેવા આપતા હતા ત્યારે બોર્ડની નાથીબાઈ મસ્જિદવાળી ખેતીની જમીન વકફથી મેળવવાના સમયે કાયદાકીય જોગવાઈઓને અનુસરવામાં આવી ન હતી.
જે તે વખતે ખેતીની જમીન ટ્રસ્ટ કે સંસ્થાના નામે મેળવતા પહેલાં જિલ્લા કલેકટરની પરવાનગી લેવી જરૂરી હતી ત્યારે પૂર્વ સેક્રેટરી યાકુબ જુવારીયાએ તે મેળવી ન હતી અને ફરીથી પૂર્વ મંજૂરીની અરજી ફાઈલે કરવા જે તે સમયના બોર્ડના પ્રમુખ હાજી આમદકરીમ ફૂલવડીએ તા.૨૪-૨-૨૦૦૬ના દિને નાયબ કલેકટરને પૂર્વ મંજૂરી અંગે કાર્યવાહી ન કરવાનું જણાવ્યું હતું અને તેથી પૂર્વ પરવાનગીની અરજી ફાઈલે કરવામાં આવી હતી.
તે પછી પૂર્વ પરવાનગી લીધા વગર રેસીડેન્સિયલ લે-આઉટ પ્લાન મંજુર કરાવી લેવાયો હતો અને તે પ્લાન કલેકટર કચેરીમાં પહોંચતા બિનખેતીનો હુકમ પૂર્વ પરવાનગી ન મળવાના કારણે નામંજૂર થયો હતો. તે તમામ હકીકત યાકુબ હસન જુવારીયા જાણતા હોવા છતાં તેઓએ વર્ષ ૨૦૧૯માં ગુજરાત વકફ બોર્ડ પાસેથી ખેતીની જમીનને બિનખેતી કરવા અંગેની મંજૂરી માંગી હતી. જે તે વખતના ટ્રસ્ટીઓ દ્વારા બક્ષીસથી મેળવાયેલી ખેતીની જમીનના શરતભંગ અંગેના કોઈ પુરાવા, માગવા છતાં પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કર્યા ન હતા. તે પછી રૂ. ૫૬ કરોડ ૮૧ લાખનો દંડ થયાની વિગતો જાહેર થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial