Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોડીરાત્રે મોટરમાં બેસાડી કરી લેવાયું અપહરણઃ
જામનગર તા. ૨૦: જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલી એક હોટલમાં રાત્રે જમવા ગયેલા બે યુવાને જમવામાં વાર લાગતા કાઉન્ટર પર બેસેલા વ્યક્તિને કહ્યું હતું. તે પછી થયેલી બોલાચાલીનો ખાર રાખી છ શખ્સે ઈવા પાર્કમાં જઈ એક યુવાનને મોટરમાં બેસાડી દઈ અન્યત્ર સ્થળે લઈ જઈ માર માર્યાની અને પોલીસમાં ફરિયાદ કરવા સામે ધમકી આપ્યાની ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા ઈવા પાર્કમાં અટલ બિહારી બાજપાઈ ભવનમાં વસવાટ કરતા દુર્ગેશભાઈ નાથાભાઈ ગમારા તથા તેમના મિત્ર પ્રતાપસિંહ ગયા શુક્રવારે લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે આવેલી દ્વારકાધીશ હોટલમાં રાત્રે જમવા માટે ગયા હતા.
આ વેળાએ હોટલમાં ભીડ હોવાથી જમવાનું મોડુ આપવામાં આવ્યું હતું. તે બાબતે પ્રતાપસિંહ ચુડાસમાએ કાઉન્ટર પર હાજર પાલાભાઈ પાંચાભાઈને કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબત વાત પાલાભાઈએ પોતાના પાર્ટનરને વધારીને કરતા શુક્રવારની રાત્રે બેએક વાગ્યે સંજય ચિરોડીયા, સુરેર નાથાભાઈ ભુંડીયા, કરશન નાથાભાઈ ભુંડીયા, પાલાભાઈ ઝાપડા તથા બે અજાણ્યા શખ્સ ઈવા પાર્કમાં આવ્યા હતા.
આ શખ્સોએ પ્રતાપસિંહનું ઘર બતાવવા દુર્ગેશભાઈને કહેતા સવારે તેની વાત કરી લઈશું તેમ કહેવાતા ઉશ્કેરાયેલા આ શખ્સોએ ધોકા-પાઈપથી હુમલો કરી દુર્ગેશભાઈને માર માર્યાે હતો અને બળજબરીથી મોટરમાં બેસાડી દઈ મોમાઈ હોટલ નજીક લઈ જઈ ત્યાં પણ માર માર્યાે હતો. તે ઉપરાંત આ શખ્સોએ પોલીસમાં ફરિયાદ કરશો તો ખોટા કેસમાં ફીટ કરાવી દઈશું તેવી ધમકી પણ આપી હતી. દુર્ગેશભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરી છે. પોલીસે છએય શખ્સ સામે બીએનએસ કલમ ૧૪૦ (૩), ૧૧૫ (ર), ૩૫૨, ૩૫૧ (૩), ૧૯૧ (ર) (૩), ૧૯૦ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી તપાસ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial