Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈલેક્ટ્રોનિક ઉપકરણોના શ્રેણીબદ્ધ વિસ્ફોટોની તબાહી પછી જેટ દ્વારા એક હજાર જેટલા રોકેટ બેરલ લોન્ચર નસ્ટ
નવી દિલ્હી તા. ર૦: ઈઝરાયેલે લેબનોન પર રાતભર બોમ્બ વરસાવ્યા છે. ઈઝરાયેલે 'હમાસ' પછી હવે હિઝબુલ્લાહને નેસ્તનાબૂદ કરવાના સંકલ્પ સાથે ઈઝરાયેલના ફાઈટર જેટે કરેલા હુમલામાં હિઝબુલ્લાહના ૧૦૦૦ જેટલા રોકેટ બેરલ લોન્ચર ધ્વસ્ત થયા છે. યુદ્ક જેવી સ્થિતિના કારણે મધ્યપૂર્વમાં તંગદિલી વધી છે.
પેજર અને વોકી-ટોકી, સોલાર પેનલ્સ, લેપટોપ અને રેડિયો સહિતના વિવિધ ઈલેક્ટ્રોનિક ઉપકરણોના વિસ્ફોટથી માત્ર લેબનોનમાં જ નહીં, પરંતુ સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. આ દરમિયાન ઈઝરાયેલના યુદ્ધ વિમાનોએ પણ ફરી એકવાર લેબેનોનમાં આતંક મચાવ્યો છે.
ઈઝરાયેલે હમાસ પછી હિઝબુલ્લાહને નેસ્તનાબૂદ કરવાના સંકલ્પ લીધો હોય તેમ રાતભર બોમ્બ વરસાવ્યા હતાં. હિઝબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહે પોતાના સંબોધનમાં ઈઝરાયેલની કાર્યવાહીને યુદ્ધની ઘોષણા ગણાવી હતી, પરંતુ જે સમયે નસરાલ્લાહ રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતાં તે સમયે ઈઝરાયેલ લેબનોન પર રોકેટ ફાયર કરી રહ્યું હતું. ઈઝરાયેલી દળોએ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવ્યા અને સેંકડો રોકેટ લોન્ચર બેરલનો નાસ કર્યો. હિઝબુલ્લાહ આ રોકેટ લોન્ચર્સનો ઉપયોગ ઈઝરાયેલના વિસ્તારમાં વિસ્ફોટો માટે કરવા જઈ રહ્યો હતો.
ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે, અમારા ફાઈટર પ્લેન્સે ૧૦૦ રોકેટ લોન્ચર પર હુમલો કર્યો અને દરેક ૧૦૦૦ બેરલ સાથે સંપૂર્ણ નાશ કર્યો હતો, જો કે લેબનોન પર વારંવાર થતા હુમલાની જવાબદારી હજુ સુધી ઈઝરાયેલે લીધી નથી.
લેબનોનમાં પેજર અને વોકીટોકીમાં થયેલા વિસ્ફોટ અને ૩પ થી વધુ લોકોના મોત પછી મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી ગયો છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે પહેલાથી જ તણાવ હતો. હવે લેબનોનમાં બનેલી ઘટનાઓએ આ તણાવ અનેકગણો વધારી દીધો છે.
આ જ કારણ છે કે પરિસ્થિતિને જોતા પ્રદેશની ઘણી એરલાઈન્સે તેમની ઘણી ફ્લાઈટ્સ રદ્ કરી છે. જેથી કરીને કોઈપણ અપ્રિય પરિસ્થિતિને ટાળી શકાય.
ઉલ્લેખનિય છે કે, લેબનોન અને સીરિયામાં ફૂટેલા પેજર્સ બ્લાસ્ટ પહેલા થોડી સેકન્ડો માટે બીપનો અવાજ સંભળાયો હતો. જ્યારે કેટલાક લોકો બીપિંગનો અવાજ સાંભળીને તેમના ખિસ્સામાંથી અથવા બેગમાંથી પેજર કાઢતા જ બ્લાસ્ટ થઈ ગયા. ઘણાં પેજર લોકોના હાથમાં ફૂટ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial