Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકાન ન વેચવા ઈચ્છતા વૃદ્ધાને ગાળો ભાંડવામાં આવીઃ
જામનગર તા. ૨૦: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં યોજાયેલા ગણપતિ ઉત્સવમાં ભાગ લેવા ગયેલા એક યુવતીને અહીં કેમ આવી છો તેમ કહી ચાર મહિલા સહિત છ વ્યક્તિએ ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે પોતાનું મકાન ન વેચવા ઈચ્છતા વૃદ્ધાને ત્રણ મહિલા સહિત ચારે ગાળો ભાંડી ધમકી ઠપકારી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૪માં રહેતા મીરાબેન કૈલાસભાઈ ગોહિલ નામના મહિલા ગયા શનિવારે શંકરટેકરીમાં બાવા વાસમાં સ્થાપિત કરવામાં આવેલા ગણેશજીના સ્થાપને આરતીમાં ભાગ લેવા માટે ગયા હતા. ત્યાં આરતી પૂર્ણ થયા પછી આશાબેન ભાનુશાળી, તુષાર ભીલ, કિસુબેન કોળી તેમજ આશાબેનના બે પુત્રવધૂએ ગાળો ભાંડી મીરાબેનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા અને પાર્થ નામના શખ્સે ફડાકો ઝીંકી દીધો હતો. મીરાબેનની સાથે રહેલા તેમના ભાઈ દીપકને પણ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો.
આ બાબતની મીરાબેને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંેંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ તથા બીએનએસની કલમો હેઠળ છએય સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરા શેરી નં.રમાં રહેતા ભારતીબેન જીલુભાઈ રાઠોડ નામના કોળી વૃદ્ધાનું મકાન વિજુબેન રાજેશ વરાણીયા નામના મહિલાને વેચાણથી લેવું હતું પરંતુ વિજુબેને તે મકાન વેચવાની ના પાડતા વિજુબેન ઉશ્કેરાયા હતા. તે દરમિયાન ગઈકાલે રણજીતનગરમાં એન્ટીલા બિલ્ડીંગ પાસે ગયેલા ભારતીબેનને ગાળો ભાંડી વિજુબેન તેમજ જશુબેન, વિજય કેશુભાઈ વરાણીયા, રીટા ઉર્ફે બેનાબેને મકાન ન વેચે તો ભારતીબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial