Advertisement
Author: નોબત સમાચાર

શેરબજાર ઉફાણેઃ સેન્સેક્સ રેકોર્ડબ્રેક ૮૪,૦૦૦ ને પારઃ નિફ્ટી રપ,૭૦૦ પોઈંટ ભણી

શુક્રવારના શુભ દિને સેન્સેક્સ ૧૩૦૦ પોઈન્ટના ઉછાળે ટ્રેડ કરી રહ્યો હતોઃ બપોર દરમ્યાન સતત વધઘટઃ

મુંબઈ તા. ર૦: વૈશ્વિક શેરબજારોમાં તેજીની સાથે એશિયન અને ભારતીય શેરબજારો પણ ઉફાણે છે. સેન્સેક્સ અને નિફ્ટીએ નવા વિક્રમો સર્જ્યા છે, જ્યારે અમેરિકાનો ડાઉજોન્સ પણ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

વૈશ્વિક શેરબજારની તેજીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી અજો ફરી રેકોર્ડ ટોચ હાંસલ કરવામાં સફળ રહ્યા છે. સેન્સેક્સ પ્રથમ વખત ૮૪,૦૦૦ નું લેવલ ક્રોસ કરી ૮૪,ર૧૩.ર૧ ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. નિફ્ટીએ પણ રપ,૭૦૦ નજીક રપ,૬૯૭.૪પ ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે નિફ્ટી ર૭પ.૬૦ પોઈન્ટ ઉછળી રપ,૬૯૧.૪૦ ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ ૧૩૦૦ પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પેકની ૩૦ સ્ક્રિપ્સ પૈકી એકમાત્ર ટીસીએમ ૦.૩૩ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. આ ઉપરાંત તમામ ર૮ શેર્સ ૪ ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની જાહેરાતના પગલે અમેરિકી શેરબજારમાં ડાઉજોન્સ પણ ૪ર,૦૦૦ નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. એશિયન બજારો પણ તેજી સાથે આગેકૂચ રહ્યા છે. લાર્જકેપ શેર્સમાં ઉછાળાના સથવારે સ્થાનિક શેરબજારમાં પણ તેજી જોવા મળી છે.

ઉલ્લેખનિય છે કે, ગઈકાલે એફઆઈઆઈએ નોંધાવેલ રપ૪૭.પ૩ કરોડની વેચવાલીને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ર૦૧ર.૮૬ કરોડની લેવાલીએ ટેકો આપ્યો હતો. શેરબજારમાં સાર્વત્રિક તેજીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડી રૂ.  ૪.૪ લાખ કરોડ વધી છે. બીએસઈમાં ટ્રેડેડ ૩૮૬૭ શેર્સ પૈકી ર૪૩૪ માં સુધારો અને ૧ર૮૧ શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. ર૦૩ શેર્સ વર્ષની ટોચે અને ૩૩ શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. ર૪૩ શેર્સમાં અપર સર્કિટ અને ર૦૭ શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે.

સેક્ફોરલ ઈન્ડેક્સમાં સાર્વત્રિક લેવાલીનો માહોલ સર્જાયો છે. સ્મોલકેપ ૧.૦૭ ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય પાવર, રિયાલ્ટી, લાર્જકેપ, ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ,પીએસયુ, એફએમસીજી ઈન્ડેક્સ ૧ થી ૩ ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. આઈટીડી સિમેન્શન ૧૮.૪૯ ટકા, સ્ટર્લિંગ ટુલ્સ ૧૦.૧૪ ટકા, કોચિન શિપયાર્ડ ૧૦ ટકા, જિન્દાલ વર્લ્ડ વાઈડ ૮.૪૯ ટકા, આઈઆઈએફએલ ૮.૭૬ ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh