Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ફેકટરી ઓનર્સ એસો. દ્વારા
જામનગર તા. ર૦: જામનગર ફેકટરી ઓનર્સ એસો. જ્યારે તેની સ્થાપનાના ૭પ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને વૈશ્વિક વ્યાપાર કરવાની તકો ઘરઆંગણે મળી રહે તે આશયથી જામનગર ફેકટરી ઓનર્સ એસો. અને કે એન્ડ ડી કોમ્યુનીકેશન અમદાવાદના સંયુકત ઉપક્રમે જામનગરના આંગણે પહેલીવાર આગામી તા. ૧૩ થી ૧૬ ફેબ્રુઆરી ર૦રપ દરમ્યાન જામનગર-દ્વારકા હાઈવે, એઈરપોર્ટ પર જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકઝિબિશન-ર૦રપનું આયોજન કરવામાં આવનાર છે. તેના પ્રોગ્રેસ વિશે તથા રાજકોટ મશીન ટુલ્સ શો માં ઉદ્યોગના વિકાસની તકો વિશે માહિતી આપવા તથા એમએસએમઈ વિભાગની લીન મેન્યુફેકચરીંગ યોજના વિશે જાણકારી આપવા ઓશવાળ સેન્ટરમાં રોડ શો યોજાયો હતો.
આ કાર્યક્રમમાં એમએસએમઈના આસી. ડાયરેકટર ઉમેશ શર્મા, બ્રિજેશકુમાર સ્વારંકર, એનએસઆઈસીના ડેપ્યુટી ડાયરેકટર કુલદિપસિંઘ રાજપૂત, જીઆઈડીસી પ્લોટ-શેડ હોલ્ડર્સ એસો.ના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા, રાજકોટ મશીન ટુલ્સ મેન્યુફેકચર્સ એસો.ના પ્રમુખ યોગીનભાઈ છનીયારા, રાજકોટ હાડવેર મેન્યુફેકચર્સ એસો.ના ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ વીરડીયા તથા અન્ય હોદ્દેદારો, જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, ઉપપ્રમુખ સુરેશભાઈ હિરપરા, માનદમંત્રી મનસુખભાઈ સાવલા, ખજાનચી ભાઈલાલભાઈ ગોધાણી, સહ ખજાનચી ભરતભાઈ દોઢીયા, ઓડીટર ઓમપ્રકાશભાઈ દુદાણી, એડીટર પરેશભાઈ માલાણી, પ્રોજેકટ ચેરમેન રાજેશભાઈ ચાંગાણી, સંજયભાઈ ડોબરીયા, કે.એન્ડ ડી કોમ્યુનિકેશનના સીઈઓ રીતેશભાઈ શાહ, જનરલ મેનેજર અમીતભાઈ મિસ્ત્રી, અન્ય સંસ્થાના હોદ્દેદારો-કારોબારી સમિતિના સભ્યો આમંત્રીત સભ્યે તથા અગ્રગણ્ય ઉદ્યોગકારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
કે એન્ડ ડી કોમ્યુનિકેશનના સીઈઓ, રીતેશભાઈ શાહે જણાવેલ કે આ સંસ્થા દ્વારા એમએસએમઈ અમદાવાદ તથા ફેડરેશન ઓફ ઈમ્પોર્ટ એકસ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન, એન્જીનિયરીંગ એકસ્પોર્ટ પ્રોમોશન કાઉન્સીલ તથા તાઈપેઈ વલ્ડ ટ્રેડ સેન્ટરના પ્રતિનિધિઓ સાથે મિટીંગ કરી વિદેશમાં જયા બ્રાસપાટર્સની મોટાપાયે નિકાસ કરવામાં આવે છે ત્યાંથી ખરીદદારો આ એકઝિબિશન દરમ્યાન ઉપસ્થિત રહે અને ઈન્ટરનેશનલ બાયર-સેલર મીટ ગોઠવવામાં આવે તે માટે તથા ખાસ કરીને વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ભારત સરકારના સંરક્ષણ, રેલવે શીપીંગ, મરીન, ટ્રાન્સપોર્ટ, ઉર્જા, ભારે ઉદ્યોગો, રાજ્ય પરિવહન વિગેરે સાહસો આ એકઝિબિશનમાં ભાગ લે તે માટેના પ્રયાસો કરાયા હતાં જે અનુસંધાને ઉપરોકત સાહસો આ એકઝિબિશનમાં ભાગ લેનાર છે. તેમ જણાવી આ એકઝિબિશનનું એમએસએમઈમાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું જેને માન્યતા મળી ગયેલ હોય અને હાલ ૪૦ ટકા જેટલું સ્ટોલ બુકીંગ થઈ ગયેલ છે.
આ ઉપરાંત ૬૦ માઈક્રો તેમજ સ્મોલ કંપનીઓ સિવાય બાકી રહેતા તમામ ઉદ્યોગકારોને રાજ્ય સરકારની યોજના હેઠળ સ્ટોલ બુકીંગની રકમની ૭૦ ટકા અથવા મહત્તમ રૂ. ૧,૦૦,૦૦૦ બે માંથી જે ઓછું હશે તે મુજબ સબસીડી મળવાપાત્ર રહેશેે, જેથી ઉદ્યોગકારોને વ્હેલી તકે સ્ટોલ બુક કરાવી આ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કરેલ હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઋુષિતા સોની તથા ચારૂ શાહએ આભારદર્શન ઉપપ્રમુખ સુરેશભાઈ હિરપરાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial