Advertisement
Author: નોબત સમાચાર

એક પેડ માઁ કે નામ અભિયાન હેઠળ રાજકોટ રેલવે ડિવિઝનમાં સામૂહિક વૃક્ષારોપણ

રેલવેના તમામ કર્મચારીઓ એક-એક વૃક્ષ ઉછેરશે

રાજકોટ તા. ર૦: રાજકોટ રેલવે ડિવિઝનમાં ૧૭-સપ્ટેમ્બરથી ર-ઓક્ટોબર-ર૦ર૪ સુધી 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે પણ સતત પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસો અંતર્ગત તાજેતરમાં સમગ્ર રાજકોટ ડિવિઝનમાં "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમાર, એડીઆરએમ કૌશલકુમાર ચૌબે, વરિષ્ઠ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર અભિષેકકુમાર સિંઘ, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓએ 'એક પેડ માઁ કે નામ' અભિયાનમાં ભાગ લીધો હતો અને રાજકોટ સ્થિત લોકોએ વૃક્ષારોપણ કર્યુ હતું. "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત ર-ઓક્ટોબર-ર૦ર૪ સુધીમાં રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો અને કચેરીઓમાં ૧૦૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવશે, જેમાં વડ, પીપળ, લીમડો, ગુલમહોર, કરજ, આમળા, બિલીપત્ર જેવી પ્રજાતિઓના રોપાઓનું વાવેતર કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વીનીકુમારે રેલવેના તમામ કર્મચારીઓને ઓછામાં ઓછું એક વૃક્ષ ઉછેરવા અપીલ કરી હતી. જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે અને પર્યાવરણની જાળવણીનો સંદેશ લોકોને આપી શકાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh