Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેલાડીઓની સુરક્ષા વ્યવસ્થામાં છીંડુ
નવી દિલ્હી તા. ર૬ઃ આઈપીએલની મેચ દરમિયાન જ દર્શકે મેદાનમાં ઘુસીને કોહલીના પગ પકડ્યા હતા આને સુરક્ષાની મોટી ખામી ગણાવાઈ.
આઈપીએલ ર૦ર૪ ની છઠ્ઠી મેચ ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં આરસીબીએ ૪ વિકેટથી પંજાબને હરાવી સિઝનની પ્રથમ જીત મેળવી હતી, પરંતુ આ દરમિયાન એક મોટી ભૂલ પણ જોવા મળી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ ૪૯ બોલમાં સૌથી વધુ ૭૭ રનની ઈનિંગ રમી હતી. કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષામાં છીંડા જેવી આ ઘટનાએ ચર્ચા જગાવી છે.
પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેગ્લોરને ૧૭૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં સીઆરબીએ ૬ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક ફેન અચાનક મેદાનમાં ઘુસી ગયો હતો. તે સીધો કોહલી પાસે પહોંચી ગયો અને પગે પડવા લાગ્યો હતો. સુરક્ષાકર્મી પણ તેની પાછળ દોડી આવ્યા હતાં. એક ગાર્ડે તે ફેનને ઉઠાવ્યો, પરંતુ તે પછી તેણે કોહલીને પકડી લીધો હતો. ત્યારે પાછળથી અન્ય એક સુરક્ષાકર્મી આવ્યો અને તેને પકડીને બહાર લઈ ગયો. આઈપીએલ અને ખેલાડીઓની સુરક્ષામાં આ એક મોટી ચૂક છે.
આઈપીએલ કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલીવાર નથી જ્યારે સુરક્ષામાં ચૂકની ઘટના સામે આવી હોય. આ વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામેની બીજી ટી-ર૦ મેચ દરમિયાન એક ફેન મેદાનમાં ઘુસી ગયો હતો. તે દરમિયાન તે પ્રશંસકે કોહલીને ગળે લગાવ્યો હતો. તે સમયે કોહલી ફિલ્ડિંગ કરી રહ્યો હતો. આ સીરીઝમાં કોહલી ૧૪ મહિના બાદ ટી-ર૦માં વાપસી કરી રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial