Advertisement
Author: નોબત સમાચાર

પુત્રી પિયરે આવે ત્યારે રૃા.૫ હજાર આપવા તેમ કહી સાસરિયાએ જમાઈને ધોકાવ્યા

સાસુ, સસરા, સાળાએ માર માર્યાની ફરિયાદઃ

જામગનર તા. ૨૬ઃ જામનગરમાં સસરાના ઘેર પત્નીને તેડી જવા માટે આવેલા મોરબી જિલ્લાના યુવાનને સાસુ તેમજ સસરા, સાળાએ અમારી પુત્રીને આંંટો મારવા આવે ત્યારે રૃા.૫ હજાર વાપરવા આપવા તેમ કહી ધોકાવ્યાની પોલીસમાં જમાઈએ ફરિયાદ કરી છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખાનપુર ગામના પ્રવીણભાઈ રમેશભાઈ સરવૈયા નામના કોળી યુવાનના લગ્ન જામનગરના વામ્બે આવાસ ૫ાસે આવેલા આઠ માળિયા આવાસમાં રહેતા ભાનુબેન ધીરૃભાઈની પુત્રી સાથે થયા પછી પ્રવીણભાઈના પત્ની પોતાના પિયર આવ્યા હતા.

તેણીને તેડી જવા માટે શનિવારે પ્રવીણભાઈ જામનગર આવ્યા તે દરમિયાન વાતચીતમાં સાસુ ભાનુબેન, સસરા ધીરૃભાઈ ધરજીયા તથા સાળા અનિરૃદ્ધે જણાવ્યું હતું કે અમારી દીકરી જ્યારે અમારા ઘરે આંટો મારવા આવે ત્યારે તમારે એને રૃા.૫૦૦૦ વાપરવા આપવા. આથી જમાઈ પ્રવીણભાઈએ મારી પાસે જેટલા પૈસા હોય એટલા તેમ કહેતા ઉશ્કેરાયેલા સાસુ, સસરા તથા સાળાએ ગાળો ભાંડી ફડાકા ઝીંકયા હતા અને અનિરૃદ્ધે બાજુમાં પડેલું બેટ ઉપાડી માથામાં ફટકાર્યું હતું. ઈજા પામેલા જમાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh