Advertisement
Author: નોબત સમાચાર

બેઝોસને પછાડી બર્નાર્ડ બન્યા આખી દુનિયાના નંબર ૧ અબજોપતિઃ અંબાણી અગિયારમા ક્રમે

આ મહિને બિલિયોનેર ઈન્ડેક્સમાં જબરો ફેરફારઃ

નવી દિલ્હી તા. ર૬ઃ વિલિયોનેર અબજપતિઓની યાદીમાં મોટી ઉથલપાથલ થઈ છે અને બેઝોશેન પછાડી ફ્રાન્સના ઉદ્યોગપતિ બર્નાર્ડ વિશ્વના નં. ૧ બન્યા છે. અદાણી ૧પ તો અંબાણી ૧૧ મા ક્રમે રહ્યા છે.

વિશ્વના અબજોપતિઓની યાદીમાં ફરી એકવાર મોટો ફેરફાર થયો છે. ફ્રાન્સના ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટ ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેણે થોડા દિવસો પહેલા નંબર વન અબજોપતિ બનેલા જેફ બેઝોસ પાસેથી તાજ છીનવી લીધો છે. આ મહિને બિલિયોનેર ઈન્ડેક્સમાં ટોચના સ્થાને ઘણી ઉથલપાથલ થઈ હતી.

આ પહેલા એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ હતાં. જેફ બેઝોસે તેમના નામ પરથી નંબર વન અબજોપતિનો દરજ્જો છીનવી લીધો. ત્યારપછી બર્નાર્ડ ઔનોલ્ટ જેફ બેઝોસને હરાવીને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા પછી આર્નોલ્ટ બેજોસે તાજ છીનવી લીધો અને આજે ફરી એકવાર બર્નાર્ડને તેનો તાજ પાછો મળ્યો. વિશ્વના અમીરોની યાદીમાં ભારે ઉથલપાથલ વચ્ચે જેફ બેઝોસ હવે ર૦ર અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાને આવી ગયા છે. બર્નાર્ડ આર્નોલ્ટ ર૩૦ બિલિયન ડોલરનું નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. હવે ર૦૦ મિલિયન ડોલર ક્લબમાં બે લોકો છે.

વિશ્વના પ્રથમ અને બીજા અબજોપતિ વચ્ચેનું અંતર હવે ર૮ અબજ ડોલર છે. આનો અર્થ એ છે કે બર્નાર્ડ લાંબા સમય સુધી નંબર વન અબજોપતિ રહી શકે છે. આજે એલોન મસ્ક ૧૮૭ બિલિયન ડોલરી સંપત્તિ સાથે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ત્રીજા ક્રમે છે. માર્ક ઝુકરબર્ગ ૧૭૮ બિલિયન ડોર સાથે ચોથા ક્રમે, બિલ ગેટ્સ ૧પ૩ બિલિયન ડોલર સાથે પાંચમા, સ્ટીવ બાલ્મર ૧૪૬ બિલિયન ડોલર સાથે છઠ્ઠા, લેરી એલિસન ૧૩૯ બિલિયન ડોલર સાથે સાતમા, લેરી પેજ ૧૩૬ બિલિયન ડોલર સાથે આઠમા ક્રમે છે.

વોરેન બફેટ ૧૩૬ બિલિયન ડોલર સાથે નવમા સ્થાને છે અને સર્ગેઈ બ્રિન ૧ર૯ બિલિયન ડોલર સાથે ૧૦ મા સ્થાને છે. અદાણી ૧પ મા અને અંબાણી ૧૧ મા ક્રમે છે. મેટ સીઈઓ માર્ક ઝુકરબર્ગ કમાણીમાં નંબર વન આ વર્ષે મેટ સીઈઓ માર્ક ઝકરબર્ગ કમાણીમાં નંબર વન સ્થાને છે. ઝુકરબર્ગે પ૦.૪ બિલિયન ડોલરની કમાણી કરી છે. આ યાદીમાં બીજા ક્રમે જેન્સન હુઆંગ છે. જેમણે ૩૯.૬ બિલિયન ડોલરની કમાણી કરી છે. જેફ બેઝોસ રપ.પ બિલિયન ડોલરની કમાણી સાથે આ યાદીમાં ત્રીજા અને બર્નાર્ડ આર્નોલ્ટ રર.૮ બિલિયન ડોલરની કમાણી સાથે ચોથા સ્થાને છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh