Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા નેતાઓને ટિકિટ

પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા, માણાવદર માટે અરવિંદ લાડાણીના નામોની જાહેરાતઃ

ગાંધીનગર તા. ર૬ઃ આજે ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે પાંચ ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે.

ઉલ્લેખનિય છે કે, આ પાંચેય ઉમેદવારોએ જુદાજુદા સમયે કોંગ્રેસ છોડીને પક્ષાંતર કર્યું છે અને ભાજપમાં જોડાયા છે.

ભારતીય જનતા પક્ષે જે યાદી જાહેર કરી છે, તે મુજબ પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયા, વીજાપુરથી સી.જે. ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ મળી છે.

ભારતીય જનતા પક્ષે આ જાહેરાત કરી છે, તે અપેક્ષિત જ ગણાતી હતી, અને પેટાચૂંટણીના સમિકરણોની સાથે લોકસભાની ચૂંટણીના સમિકરણો પણ બેસાડાઈ રહ્યા હતાં.

જેને ટીકિટ મળી છે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ, જે.પી. નડ્ડા સહિતના મોવડી મંડળનો ઉલ્લેખ કરીને લોકો ભાજપને જીતાડશે, તેવા વિશ્વાસ સાથે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા છે.

જો કે, કેટલાક સ્થળે ભાજપમાં આંતરિક સમસ્યા પણ ઊભી થઈ શકે છે, દૃષ્ટાંત તરીકે પોરબંદરમાં વર્ષોથી બાબુભાઈ બોખરિયા અને અર્જુનભાઈ વચ્ચે ટક્કર થતી હતી, હવે તેઓ એક મંચ પર કેવી રીતે આવશે, તે જોવાનું રસપ્રદ રહેશે. તે ઉપરાંત વાઘોડિયામાં પણ આંતરિક અસંતોષ જોવા મળી શકે છે.

કોંગ્રેસના વર્તુળો મુજબ ભાજપનું કોંગ્રેસિકરણ થઈ રહ્યું છે. ભાજપમાં છૂપો આંતરિક અસંતોષ ફેલાઈ રહ્યો હોવાની ટીકા કરીને આ ઉમેદવારોએ લોકોનો દ્રોહ કર્યો છે, તેથી તેઓનો પરાજય થશે, તેવા પ્રતિભાવો પણ આવી રહ્યા છે.

આ યાદીની સાથે ભારતીય જનતા પક્ષે હિમાચલ પ્રદેશની ધર્મશાળાની બેઠકના ઉમેદવાર પણ જાહેર કર્યા હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh