Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકા તંત્ર દ્વારા પૂરજોશમાં રસ્તાના કામ ચાલુ

ખંભાળીયા તા. ૨૬ઃ ખંભાળીયા નગરપાલિકા તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં રસ્તાના કામ પૂરજોશમાં થઈ રહ્યા છે. સ્ટેશન રોડ-નગરગેઈટ સુધીનો માર્ગ નવો બન્યા પછી સ્ટેશન રોડથી જામનગર જતો રોડ પણ બનાવવાનું શરૃ થયું હતું. જે કામમાં પ્રવેશનો એક ભાગ બાકી રહી ગયો હોય તેનું પેચ રીપેરીંગ કામ શરૃ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ખંભાળીયામાં જુની લોહાણા મહાજન વાડીથી પોર ગેઈટ તરફ જતો રસ્તો સિકોતર માતાજીના મંદિર પાસે તથા પોલીસ સ્ટેશન પાસે સિકોતર પાનની સામે શાક માર્કેટ તરફ જતો રસ્તો પણ નવો સીસી રોડ બનાવવાનું કાર્ય શરૃ થયું છે. અગાઉ લોહાણા મહાજન વાડી પાસે, વીરપારભાઈ ગઢવીની ડેરી પાસેના વિસ્તરોમાં જે રસ્તો બનાવવાનો બાકી રહી ગયો હતો તે પણ નવો સીસી રોડ બનાવવામાં આવ્યો છે. તો રામનાથ સોસાયટીમાં હાર્દિકભાઈ મોટાણીવાળી શેરીમાં પણ સીસી રોડ બનાવવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh