Advertisement
Author: નોબત સમાચાર

નગરમાં કચરા પેટીઓ ઉપાડી લીધા પછી લોકો જાહેરમાં ફેંકે છે કચરો!

સ્વચ્છતાનો વ્યય વધવાના બદલે ગંદકી વધી!

જામનગરમાં જાહેર માર્ગો ઉપર કચરા પેટીઓ મૂકવામાં આવી હતી. જેથી લોકો તેમાં કચરો નાખી શકે, પરંતુ નવી ગાઈડલાઈનને અમલવારીના ભાગરૃપે શહેરમાંથી તમામ કચરાપેટીઓ ઉપાડી લેવામાં આવી છે. સ્વચ્છતા વધુ જળવાઈ રહે તે હેતુથી આ પગલું લેવાયું છે, પરંતુ ઉલટાનું કચરાના ઢગલા વધયા છે, ગંદકી વધી છે. જામનગરમાં લોકો-દુકાનદારો પોતાના મકાન, ધંધાકીય સ્થળેથી નીકળતો કચરો નજીકની કચરા પેટીમાં નાખી શકે તે હેતુથી ઠેર ઠેર કચરા પેટીઓ મૂકવામાં આવી હતી, પરંતુ વધુ સારી સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી તમામ કચરાપેટીઓ ઉપાડી લેવાનો મ્યુનિ. કમિશનરે નિર્ણય કર્યો છે. આથી શહેરની તમામ કચરાપેટી ઉપાડી લેવામાં આવી છે. આથી હવે લોકો અને ધંધાર્થીઓ કચરો પોતાની પાસે જ એકત્ર કરવાનો છે, અને કચરાગાડી આવે ત્યારે કચરો તેમાં જ નિકાલ કરવાનો છે. આથી કચરાપેટી પાસેજ દિવસભર જોવા મળતી ગંદકી દૂર થઈ શકે અને ચોખ્ખાઈ જળવાઈ રહે તેવા શુભ આશયથી આ નિર્ણય લેવાયો છે, પરંતુ કચરાપેટી ઉપાડી લેવાઈ હોવાથી લોકો તે સ્થળે જાહેરમાં કચરો ફેંકી રહ્યા છે. પરિણામે પ્લાસ્ટિકનો જથ્થો રસ્તે રઝળતો જોવા મળે છે. ક્યારેક ગાયો પ્લાસ્ટિક પણ ખાઈ જાય છે. જે ભવિષ્યમાં તેને નુક્સાનકારક સાબિત થઈ શકે છે. આમ સારા આશયથી લેવાયેલ નિર્ણયને હાલ તો લોકો તરફથી સહકાર નહીં મળતા ધારી સફળતા મળી નથી. ત્યારે હવે આગામી દિવસોમાં શું થશે એ તો આવનાર દિવસોમાં જ ખબર પડશે. સ્વચ્છતા વધશે કે લોકો કચરાપેટી સ્થળે જાહેરમાં કચરાનો નિકાલ કરશે? ઉપરાંત કચરાગાડી ડોર-ટુ-ડોર કચરો લેવા નિયમિત આવશે? નહીં તો લોકોના ઘર-ધંધાકીય સ્થળો કચરાથી ગંધાઈ ઊઠશે? આમ, મનપાનો નિર્ણય કેટલો સાર્થક થાશે? તે જોવાનું રહ્યું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh