Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત રસ્તા પાસે કૌટુંબિકોએ એકને ધોકાવી નાખ્યોઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં અગાઉની અદાવતના કારણે હોળીના દિવસે એક યુવાન પર છરીથી જીવલેણ હુમલો કરાયો હતો. કૌટુંબિક સાથે સંબંધ ન હોવાનું પુત્રને કહેનાર પિતા પર ચાર શખ્સ તૂટી પડ્યા હતા. જ્યારે ચંગામાં જૂના મનદુખના કારણે યુવાન પર પાઈપથી હુમલો કરાયો હતો.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગરમાં શંકરના મંદિર પાસે રહેતા રસિકભાઈ મનોરામભાઈ દુધરેજીયા નામના પ્રૌઢના ભત્રીજા સુનિલ નથુરામ દુધરેજીયાને થોડા દિવસ પહેલા શંકટટેકરીમાં નવી નિશાળ પાછળ રહેતા પ્રકાશ ગોવિંદભાઈ પરમાર ઉર્ફે પકા સાથે બાલમોવાળાના એક પ્રસંગમાં માથાકૂટ થઈ હતી. તે બાબતનો ખાર રાખી પ્રકાશ પરમારે રવિવારની રાત્રીએ છરી વડે હુમલો કરી સુનિલને પેટમાંથી ઘા ઝીંકી દીધો હતો. જીવલેણ ઈજા પામેલા સુનિલને સારવાર માટે હોસ્પિટલમાંં ખસેડવામાં આવ્યો છે. રસિકભાઈ દુધરેજીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યા પ્રયાસ અંગે ગુન્હો નોંધ્યો છે.
જામનગર તાલુકાના ચંગા ગામના કેવલ ભરતસિંહ કેરને થોડા દિવસ પહેલાં પરેશ ચંદુભા પીંગળ સાથે બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી રવિવારે પરેશે પાઈપથી હુમલો કરી કેવલને માર માર્યાે હતો.
જામનગરના સાતરસ્તા વિસ્તારમાં ઓશવાળ સેન્ટર નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા રાજુ કરશનભાઈ પરમારને તેના ભાઈ જયંતી તથા કૌટુંબિક ભત્રીજા કાંતિ ગીગાભાઈ પરમાર સાથે સંબંધ ન હતો તેમ છતાં રાજુનો પુત્ર સુનિલ તે લોકો સાથે વાતચીત કરતો હોય રાજુએ વાત કરવાની ના પાડી હતી તેનો ખાર રાખી કાંતિ તેમજ મનોજ ગીગા, પપ્પુ જયંતિ, મુકેશ જયંતિ પરમારે ગાળો ભાંડી પાઈપ, ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial