Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા શહેર તથા તાલુકામાં હોલિકા દહન સાથે હોળી પર્વની પરંપરાગત ઉજવણી

ખંભાળીયા તા. ર૬ઃ ખંભાળીયા શહેર તથા તાલુકામાં હોલિકા દહન ઉત્સવ ખૂબ જ શાંતિથી તથા ઉત્સાહી માહોલમાં યોજાયો હતો. હોળી પહેલા જ  હોળીના સ્થળ તથા નજીકના સિંદુરીયા હનુમાનજી મંદિરે સાફ સફાઈ તથા શણગાર ધજા પતાકા સાથે ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું તો સાંજે પૂજા સાથે હોળી પ્રગટાવાઈ હતી.

ખંભાળીયામાં ૧૦૦ વર્ષ જુની ગગવાણી ફરીની હોળી જેને પ્રગટાવવાનો ઉત્સવ સ્વ. ગીરધરભાઈ દત્તાણી, સ્વ. વિઠ્ઠલભાઈ આચાર્ય, સ્વ. કાકુભાઈ ગણાત્રા, સ્વ. રાઘવજીભાઈ લોહાણા, સ્વ. ઈશ્વરભાઈ ગોકાણી, સ્વ. ધનુભાઈ પરમાર સહિતના વૃદ્ધોએ શરૃ કરેલી પરંપરા હજુ ચાલુ છે. કમલેશભાઈ જોશી દ્વારા શાસ્ત્રોકત રીતે પૂજા કરાવીને હોલીકાદહન કરાયું હતું જેમાં અગ્રણીઓ સુરેશભાઈ દત્તાણી, નીતિનભાઈ ગણાત્રા, હિતેન્દ્રભાઈ આચાર્ય, દિલીપભાઈ કછટીયા, નીતિનભાઈ આચાર્ય, યોગેશભાઈ આચાર્ય, ભીખુભાઈ દરજી, કેતનભાઈ ગોકાણી, દીપભાઈ આચાર્ય, રામભાઈ કછટીયા, સંજયભાઈ દત્તાણી, અરવિંદ ગણાત્રા, ભાવેશભાઈ ઠકકર, મનુભાઈ કાનાણી વગેરે જોડાયા હતાં.

ખંભાળીયા રામનાથ સોસાયટીમાં, નવાપરામાં, સ્ટેશન રોડ, પાંચહાટડી, રાવડી હોળી, રામ મંદિર પાસે, સતવારા ચોરા પાસે, લુહારશાળ, બંગડી બજાર, રામનાથ મંદિર પાસે, જે.કે.વી. નગર, તિરૃપતિ સોસાયટી, શહેરની અંદરના વિસ્તારો, વારાહી ચોક, હિતેશભાઈ ઢોસાવાળાની ગલી, જોધપુર ગેઈટ, પોલીસ લાઈન, જલારામ મંદિર ચોક, ગાયત્રીનગર, નારાયણનગર, શ્રીજી સોસાયટી સહિતના  વિસ્તારોમાં હોલિકા દહન યોજાયા હતા તથા મોડી રાત્રિ સુધી લોકો ફરતા હતા તથા સતવારા ચોરા પાસે ફાગનો કાર્યક્રમ તથા સવારે હોલિકાનો પ્રસાદ ઘુઘરીચણા વિતરણ થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh