Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ ગુન્હામાં ઝડપાઈ ચૂક્યા છે આઠ આરોપીઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરના બેડીમાં એડવોકેટની કરાયેલી હત્યામાં પોલીસે આજે વધુ બે આરોપીને પકડી પાડ્યા છે. આ ગુન્હામાં કાયદાથી સંઘર્ષિત બે કિશોર સહિત આઠ આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે.
જામનગરના બેડી વિસ્તારમાં ગઈ તા.૧૩ની સાંજે એડવોકેટ હારૃનભાઈ પલેજાની સાયચા ગેંગના અન્ય શખ્સે કરપીણ હત્યા નિપજાવી હતી. આ ગુન્હામાં આરોપીઓને પકડી પાડવા પોલીસે આરોપીઓના આશ્રય સ્થાન પર વોચ રાખી હતી. જેમાં ત્રણ આરોપી ઝડપાઈ જવા પામ્યા હતા.
ત્યારપછી રવિવારે પોલીસે સુલેમાન હુસેન કકલ તથા કાયદાથી સંઘર્ષિત બે કિશોરની આ ગુન્હામાં અટકાયત કરી હતી, બાકીના આરોપીઓ ફરતે પણ સકંજા કસવામાં આવી રહ્યો હતો. જેમાં આજે વધુ બે આરોપીને દબોચી લેવાયા છે.
આ ગુન્હામાં બેડીના ઈમરાન નુરમામદ સાયચા, રમઝાન સલીમ સાયચા નામના વધુ બે શખ્સને પોલીસે ઝડપી લીધા છે. આ આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કરવાની તજવીજ કરાઈ છે. આ ગુન્હામાં પંદરમાંથી આઠ આરોપી ઝડપાઈ જવા પામ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial