Advertisement
Author: નોબત સમાચાર

અન્ય ૧ર દસ્તાવેજો પણ લોકસભાની ચૂંટણી માટે માન્ય રહેશેઃ ચૂંટણીપંચ

મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંત

નવી દિલ્હી તા. ર૩ઃ લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-આઈપીઆઈસી ઉપરાંત અન્ય ૧ર દસ્તાવેજો પણ માન્ય રહેશે.

લોકસભાની સામાન્ય ચૂંટણી-ર૦ર૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેતાં મતદારે ફોટો ઓળખકાર્ડ આઈપીઆઈસી રજુ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. આઈપીઆઈસી ઉપરાંત ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદાન માટે અન્ય ૧ર દસ્તાવેજો પણ માન્ય રાખવામાં આવ્યા છે.

રાજ્યની ર૬ લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા ૦પ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે તા. ૭-પ-ર૪ ના મતદાન યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ આઈપીઆઈસી રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-આઈપીઆઈસીની અવેજીમાં અન્ય ૧ર દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.

આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક-પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઈ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઈન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર-રાજ્ય સરકાર જાહેર ક્ષેત્ર ઉપક્રમો-જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઈસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઈસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો સાથેના સર્વિસ ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઈસ્યુ કરેલા આઈડી કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફકત અસલ પાસપોર્ટ રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. તેમ સરકારી અખબારી યાદી જણાવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh