Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીએ સપ્લાયરના મોબાઈલ નંબર આપ્યાઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરના સાત રસ્તા નજીક જાડાના બિલ્ડીંગ પાસેથી શનિવારે એસઓજીએ એક શખ્સને ૪૦૦ ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યો છે. આ શખ્સે જથ્થો આપનાર સપ્લાયરના મોબાઈલ નંબર આપ્યા છે.
જામનગરના સાત રસ્તા વિસ્તારથી ગુરુદ્વારા તરફ જવાના રોડ પર પાસે જાડાના બિલ્ડીંગ નજીક પાર્કિંગમાં ગાંજાની હેરાફેરી થવાની બાતમી મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે શનિવારે બપોરે વોચ રાખી હતી.
તે દરમિયાન ત્યાંથી પ્રણામી ટાઉનશીપ-૫માં રહેતા રમેશ વાલાભાઈ અસ્વાર નામના શખ્સને રોકી તેની તલાસી લેવાતા આ શખ્સના કબજામાંથી ૪૦૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એસઓજીએ ગાંજાનો જથ્થો કબજે કરી રમેશની પૂછપરછ કરતા તેણે રાજકોટના એક શખ્સ પાસેથી તે જથ્થો લીધાની કબુલાત આપી છે. આ શખ્સના મોબાઈલ નંબર મેળવી તેના સગડ દબાવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial