Advertisement
Author: નોબત સમાચાર

આઈપીએલ-ર૦ર૪: પંજાબ કીંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો રોમાંચક વિજય

બેગ્લુરૃ તા. ર૬ઃ આઈપીએલ-ર૪ માં પંજાબ કીંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના બીગ મેચમાં આરસીબીનો રોમાંચક વિજય થયો હતો.

આરબીસીના કપ્તાન ફેફ ડુપ્લેસીસે ટોચ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. પંજાબ તરફથી ર૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૬ રન થયા હતાં. જેમાં ધવન ૪પ, બેરીસ્ટો-૮, પ્રભસીમરન-રપ, લીવીંગ સ્ટોન-૧૭, કરન-ર૩, જીતેશ શર્મા-ર૭, શશાંક સીંઘ-ર૧ અને બ્રારના બે રન થયા હતાં. જેના જવાબમાં આરસીબીએ ૧૯.ર ઓવરમાં છ વિકેટે ૧૭૮ રન કરી લેતા તેનો વિજય થયો હતો.

આરસીબીના કોહલીએ ૭૭ રન ફટકાર્યા હતાં. પલ ગ્રીન, ડુપ્લેસીસ, મેક્સવેલ ત્રણ-ત્રણ રન કરી સસ્તામાં આઉટ થઈ ગયા હતાં. એક તબક્કે આરસીબી ૧૬.ર ઓવરમાં ૧૩૦ રનમાં છ વિકેટ ગુમાવી બેઠું હતું, પણ ત્યારપછી કાર્તિક અને લોરમોરે જોરદાર ફટકાબાજી કરી ૧૮ દડામાં ૪૮ રનની ભાગીદારી કરી બેંગ્લોરને વિજયની ભેટ ધરી હતી. કાર્તિકે ૧૦ દડામાં ર૮ રન અને લોર મોરે આઠ દડામાં ૧૭ રન ફટકાર્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh