Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેરમેન જીતુભાઈ લાલના હસ્તે ઉદ્ઘાટનઃ
જામનગર તા. ર૬ઃ જામનગર જિલ્લા સહકારી બેંક દ્વારા બીલ પેમેન્ટની સુવિધા બેંકના ખાતેદારો માટે શરૃ કરવામાં આવી છે. પ્રવર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજીની સગવડતાઓ બેંકના ગ્રાહકો-ખાતેદારોને મળે તે માટે બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, વઈસ ચેરમેન બળવંતસિંહ જાડેજા, મેનેજીંગ ડાયરેક્ટર ધરમશીભાઈ ચનિયારાના માર્ગદર્શન હેઠળ બેંકની ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ટીમ દ્વારા 'ભારત બીલ પેમેન્ટ સિસ્ટમ' ઊભી કરવામાં આવી છે.
આ સુવિધા હેઠળ બેંકના ખાતેદારો વીજળી બીલ, ગેસ બીલ, મોબાઈલ ફોનના બીલ સહિત જુદા જુદા પ્રકારના ર૬ બીલના નાણા બેંકમાં ભરી શકશે. જામનગર જિલ્લા સહકારી બેંકની આ ભારત બીલ પેમેન્ટ સિસ્ટમનું લોન્ચીંગ બેંકના ચેરમેન જીતુભાઈ લાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા સહકારી બેંકના જી.એમ. અલ્પેશભાઈ મોલિયા, મેનેજર એડિમિ. નિકુલસિંહ જાડેજા, આઈ.ટી. વિભાગના હેડ મનિષભાઈ ડોબરિયા, રીકવરી ઓફિસર આનંદભાઈ ડાંગર ઉપસ્થિત રહેલ.
બેંકના ખાતેદારોને આ સુવિધાનો લાભ તા. ૧-૪-ર૦ર૪ થી નિયમિત રીતે મળતો થશે. પ્રારંભે આ સેવા જિલ્લા સહકારી બેંકની જામનગર સ્થિત મુખ્ય શાખામાં શરૃ કરાશે અને ત્યારપછી આ સેવા જિલ્લાભરની બેંકની શાખાઓમાં તબક્કાવાર શરૃ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial