Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે દારૂ, સ્કૂટર સહિતનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ હાથ ધરીઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરના જુદા જુદા વિસ્તારમાં પોલીસે અંગ્રેજી શરાબ પકડવા પાડેલા નવ દરોડામાં દારૂની એકસઠ બોટલ, છ બોટલ વોડકા, ત્રીસ ચપલા તથા બીયરના બે ટીન સાથે નવ શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્કૂટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યાે હતો.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્ક નજીકના જડેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા એક શખ્સના મકાનમાં દારૃની બોટલ પડી હોવાની બાતમી ૫રથી શનિવારે રાત્રે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે જડેશ્વર રેસીડેન્સીના બ્લોક નં.બી, ફ્લેટ નં.૩૦૧માં દરોડો પાડતા હરીશ મનસુખભાઈ પોપટ નામના શખ્સના આ ફ્લેટમાંથી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી હરીશ પોપટની ધરપકડ કરી છે.
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર હાપા નજીક આવેલા બાઈકના એક શો-રૂમ પાસેથી શનિવારે રાત્રે પસાર થઈ રહેલા હાપાની રેલવે કોલોનીવાળા સોહિલ સુલતાન ખીરા નામના શખ્સના જીજે-૧૦-ડીકે ૩૭૫૯ નંબરનું એકસેસ સ્કૂટર એલસીબીના સ્ટાફે બાતમીના આધારે રોકાવી તલાશી લેતા તેના કબજામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૩૦ બોટલ મળી આવી હતી. એલસીબીએ તેનું સ્કૂટર તથા રૃા.૧૨ હજારનો દારૃ કબજે કર્યાે છે.
જામનગર નજીકના દરેડમાં વાછરાડાડાના મંદિર પાસેથી શનિવારે સાંજે જઈ રહેલા ગોકુલનગરના રડાર ગેઈટ પાસેના ખોડીયારનગરમાં રહેતા મયુર જયંતીભાઈ ડાભી નામના કોળી શખ્સને પેટ્રોલિંગમાં રહેલી પોલીસે શકના આધારે રોકાવી તેની તલાશી લેતા આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની ત્રણ બોટલ મળી આવી હતી.
જામનગરના અંધાશ્રમ પાછળ આવેલી બોમ્બે દવા બજાર કોલોનીના એક ક્વાર્ટરમાં દારૃનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી શનિવારે રાત્રે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ક્વાર્ટર નં.૯૧માં દરોડો પાડ્યો હતો. મેહુલગીરી શિવગીરી ગોસ્વામી નામના શખ્સના કવાર્ટરમાંથી ત્યાંથી વોડકાની છ બોટલ તથા દારૃના ત્રીસ ચપલા પોલીસે બોટલ કબજે કરી મેહુલગીરીની ધરપકડ કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગોકુલ દર્શન સોસાયટીના દરવાજા પાસે રવિવારે દારૃની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના સ્ટાફે વોચ ગોઠવી હતી. જેમાં રાજેશ જેઠાલાલ મંગે ઉર્ફે રાજા ખિસકે નામનો શખ્સ અંગ્રેજી શરાબની ૨૪ બોટલ સાથે મળી આવ્યો હતો. આ શખ્સની પૂછપરછ હાથ ધરાતા તેણે આ જથ્થો હાપાના સુનિલ બારૈયા પાસેથી લીધો હોવાની કબુલાત આપી છે.
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી શાક માર્કેટ પાસે રવિવારે બપોરે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે વોચ રાખતા ત્યાંથી રમીઝ મોહમ્મદ ગોરી નામનો શખ્સ જીજે-૧૦-સીએમ ૩૩૪૫ નંબરના સ્કૂટરમાં પસાર થયો હતો તેને શકના આધારે રોકાવી પોલીસે તલાસી લેતા આ શખ્સના કબજામાંથી દારૃની ૨૨ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા સ્કુટર કબજે કરી રમીઝ ગોરીની પૂછપરછ કરતા તેણે આ જથ્થો વામ્બે આવાસ વાળા રવિ દુદાસ પાસેથી લીધો હોવાનું કબૂલ્યું છે.
જામનગર નજીકના દરેડના બસ સ્ટેન્ડ પાસેથી અલ્પેશ દિનેશભાઈ ત્રિવેદી નામનો શખ્સ દારૃની બે બોટલ સાથે ઝડપાઈ ગયો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર વસઈની ગોળાઈમાંથી ગઈકાલે જઈ રહેલા નઝીમ ઓસમાણ થૈયમ ઉર્ફે રઝાક સંધી નામના વસઈ ગામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા તેના કબજામાંથી બીયરના બે ટીન મળી આવ્યા હતા.
જામનગર નજીક આવેલા હાપામાંથી ગઈરાત્રે સ્કૂટર પર જતા પારસ સુભાષભાઈ માજુશા નામના શખ્સના કબજામાંથી પોલીસે દારૃની બે બોટલ કબજે કરી છે.
દરેડના વિશાલ ચોકમાંથી કિશન દિલીપભાઈ દામા નામનો શખ્સ દારૃની બોટલ સાથે મળી આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial