Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકથી બમણી રકમનો દંડઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરના એક આસામીએ સેન્ટ્રલ બેંક પાસેથી લોન મેળવી રૃા.૩ લાખ તથા રૃા.ર લાખના બે ચેક આપ્યા હતા. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ થઈ હતી. અદાલતે બંને કેસમાં આરોપીને બે-બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના જીઆઈડીસી ફેસ-રમાં કારખાનુ ચલાવતા અને લાલપુરની નવી હવેલી શેરીમાં રહેતા નિલેશ પ્રવીણભાઈ રાદડીયાએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી ટર્મ લોન મેળવી હતી.
તે લોનની ચડત રકમ માટે રૃા.૩ લાખ તથા રૃા.ર લાખના ચેક આપવામાં આવ્યા હતા. તે બંને ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા બેંક દ્વારા અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંને કેસમાં આરોપીને બે-બે વર્ષની કેદની સજા તથા ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે. બેંક તરફથી વકીલ ગૌરવ પંડયા, ઉદય કવૈયા, ચાંદની સોલંકી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial