Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કા પાટિયા પાસે બાઈકનો અકસ્માતઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરના સિક્કા પાટિયા પાસે એક ટેન્કરે અચાનક જ ટર્ન કરતા પાછળ આવતું બાઈક તેની સાથે ટકરાઈ પડયું હતું. બાઈકચાલકને ઈજા થઈ છે. વાડીનાર પાસે બે મોટર અથડાઈ પડતા રાજકોટના દંપતી તથા બે બાળકીને ઈજા થઈ છે. બંને અકસ્માતની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા બેડ ગામમાં રબારીવાસમાં રહેતા રામભાઈ બાબુભાઈ ખાંભલા નામના પ્રૌઢ ગઈ તા.૧૮ જાન્યુઆરીની બપોરે પોતાના મોટરસાયકલ પર સિકકા પાટીયા પાસેથી પસાર થતા હતા ત્યારે આગળ જતા જીજે-૩૯-ટી ૯૭૪૫ નંબરના ટેન્કરના ચાલકે અચાનક જ સાઈડ આપ્યા વગર ટર્ન કરી લેતા તેની પાછળ રામભાઈનું મોટરસાયકલ અથડાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા રામભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટમાં રહેતા તુષાર અરવિંદભાઈ મહેતા રવિવારે લાલપુર તાલુકાના સીંગચ ગામના ગેઈટથી વાડીનાર તરફ જીજે-૩-એમઈ ૬૪૪૨ નંબરની મોટરમાં જતા હતા ત્યારે જીજે-૬-પીએચ ૭૮૩૪ નંબરની મોટર તેમની સાથે ટકરાઈ પડતા તુષારભાઈ તેમજ તેમના પત્ની, ભત્રીજી અને પુત્રીને ઈજા થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial