Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકીબેકી બોલતા બેને પકડી પડાયાઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કેળાની વખાર પાસે શનિવારે રાત્રે ઘોડીપાસા વડે જુગાર રમતા છ શખ્સને પોલીસે દબોચી લીધા હતા. ચાર નાસી જવામાં સફળ થયા હતા. સાતરસ્તા પાસે એકી બેકી બોલતા બે ઝડપાયા હતા.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮ના છેવાડે કેળાની વખાર પાસે રવિવારની રાત્રે જુગારની જમાવટ થઈ હોવાની બાતમી સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના યોગેન્દ્રસિંહ, વિજય કાનાણી, રવિ શર્માને મળતા પીઆઈ એન.એ. ચાવડાને વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.એન. રાઠોડના વડપણ હેઠળ પોલીસે રાત્રે અઢી વાગ્યે ત્યાં દરોડો પાડયો હતો.
આ સ્થળે ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા નયન હેમંતભાઈ ગોરી, દિલીપ વિશનદાસ ગજરા, રમેશ ગોવિંદભાઈ ભોજાણી, સાગર ભરતભાઈ કનખરા, રાહુલ ભરતભાઈ કનખરા, પાર્થ જીતેન્દ્રભાઈ કટિયારા ઉર્ફે જાંબલી નામના છ શખ્સ મળી આવ્યા હતા. જ્યારે પોલીસને જોઈને પલ્લુ ચીકુવાળો, રામુ ટમેટો, કેતુ તથા દીપુ કપડાની દુકાનવાળો નામના ચાર શખ્સ નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૮,૭૭૦ કબજે કરી નાસી ગયેલા ચારેય શખ્સોની શોધ શરૃ કરી છે.
જામનગરના સાત રસ્તા વિસ્તારમાં આવેલા જાડાના બિલ્ડીંગ નીચે શનિવારે બપોરે જાહેરમાં ઊભા રહી ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમી રહેલા મહંમદહુસેન અબ્બાસ ખફી, મોઈન ફારૃક બ્લોચ નામના બે શખ્સને પોલીસે પકડી પાડી રૃા.૨૫૯૦ કબજે કર્યા છેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial