Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીમારીથી કંટાળી બે વ્યક્તિની આત્મહત્યાઃ
જામનગર તા. ૨૬ઃ લાલપુરમાં રહેતા એક વિદ્યાર્થીએ અભ્યાસથી કંટાળી જઈને ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે બીમારીથી કંટાળી માધાપર-ભુંગાના યુવાન અને કાલાવડના ખાનકોટડાના પ્રૌઢાએ જિંદગીનો અંત આણ્યો છે. શેઠવડાળામાં ભાગમાં ખેતર વાવવા રાખનાર શ્રમિકે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી છે.
લાલપુરના ગોહિલવાસમાં વસવાટ કરતા દિવ્યેશ વાલજીભાઈ સીંગરખીયા નામના વીસ વર્ષના વિદ્યાર્થીએ અભ્યાસથી કંટાળી જઈને ગઈકાલે બપોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓનું મૃત્યુ નિપજ્યું છે. વીરાભાઈ ગોવિંદભાઈ સીંગરખીયાએ પોલીસને જાણ કરી છે. આ બનાવે લાલપુરમાં અરેરાટી પ્રસરાવી દીધી છે.
કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં રહેતા સવિતાબેન નાગજીભાઈ ગલાણી નામના પંચાવન વર્ષના પ્રૌઢાએ ગઈ તા.૩ની સાંજે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે શરીર પર રસોઈમાં વપરાતું તેલ લગાડી પોતાની જાતે દીવાસળી ચાપી દીધી હતી. જોતજોતામાં ભડભડ સળગી ઊઠેલા સવિતાબેનને ગંભીર રીતે દાઝેલી હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈ તા.૧૭ના દિને મૃત્યુ થયું છે.
તેમના પતિ નાગજીભાઈ મોહનભાઈ ગલાણીએ પોલીસને જાણ કરી છે. તેઓએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, તેમના પત્ની ડાયાબિટીસ તથા મગજની બીમારીથી પીડાતા હતા. છેલ્લા પાંચેક વર્ષની સારવાર મેળવતા હોવા છતાં સવિતાબેનને સારું થતું ન હોય અને દવા ખાવાના કારણે પેટમાં બળતરા થવાની પણ તકલીફ થવા લાગતા આ મહિલા કંટાળ્યા હતા તે દરમિયાન ગઈ તા.૩ના દિને તેઓએ ઉપરોક્ત આત્મઘાતી પગલું ભરી લીધું છે. પોલીસે નિવેદન પરથી અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જામનગરના બેડી વિસ્તાર પાસે આવેલા માધાપર-ભુંગામાં રહેતા ગુલામ હુસેન ઈસ્માઈલ કમોરા નામના ૩૭ વર્ષના યુવાન છેલ્લા બારેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. સારવાર લેવા છતાં સારૃ થતું ન હોવાના કારણે કંટાળી ગયેલા ગુલામ હુસેને રવિવારે બપોરે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે છતમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ થયું છે. સરફરાજ ઈસ્માઈલ કમોરાએ પોલીસને જાણ કરી છે.
શેઠવડાળામાં પ્રદીપભાઈ દવે નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદના તાવીયાડ ફળીયાના વતની દીનાભાઈ કાનજીભાઈ નાયક (ઉ.વ.૩૦) નામના યુવાને તે ખેતર ભાગમાં રાખ્યા પછી રવિવારે સવારે કોઈ ઝેરી દવા પી લેતાં તેઓનું મૃત્યુ થયું છે. ખેતર માલિક પ્રદીપભાઈ દવેએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial