Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘાયલો હોસ્પિટલમાં ઃ તપાસ સમિતિ રચાઈ
ઉજ્જૈન તા. ર૬ઃ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન આગ લાગતા ૧૩ લોકો દાઝી ગયા હતાં. ગુલાલ ઉડાડ્યા બાદ ગર્ભગૃહમાં આગ લાગવાની ઘટના બની હતી.
મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતીનું આયોજન થયું હતું, જેમાં આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ ફાટી નીકળી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન થયેલ દુર્ઘટનામાં પાંચ પૂજારી અને ચાર ભકતો દાઝી ગયા છે. ઘાયલોમાં મહાકાલ મંદિરમાં ભસ્મરતિના મુખ્ય પૂજારી સંજય ગુરુ, વિકાસ પૂજારી, મનોજ પૂજારી, અંશ પુરોહિત, સેવકો મહેશ શર્મા અને ચિંતામન ગેહલોત વગેરેનો સમાવેશ થાય છે.
આ સાથે જ એવી પણ માહિતી મળી રહી છે કે ભસ્મ આરતી દરમિયાન ગુલાલ ઉડાડવામાં આવ્યો હતો. આ ગુલાલ ઉડાડ્યા બાદ ગર્ભગૃહમાં આગ લાગવાની ઘટના બની હતી. ધૂળેટીના પર્વ નિમિત્તે મંદિરના ગર્ભગૃહમાં એક કવર લગાવવામાં આવ્યું હતું. આ જ કવરમાં આગ લાગી હતી. આગ લાગવાથી તેના તખણા હાજર ભકતો પર પડ્યા હતાં. આગને કારણે ઘાયલ થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટના સામે આવ્યા બાદ ઉજ્જૈનના કલેકટર નીરજ કુમાર સિંહે જણાવ્યું હતું કે સવારે ભસ્મ આરતી દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના બની ત્યારે મંદિરમાં પૂજા ચાલી રહી હતી. આ આગમાં ૧૩ લોકો દાઝી ગયા હતાં. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવશે.
ઘાયલ થયેલા અમુક ચાર લોકોને સારવાર માટે ઈન્દોર રિફર કરવામાં આવ્યા છે. જો કે, આ ઘટના અંગે એક સમિતિની રચના કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે આગ કયાં કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવશે. કેટલાક લોકો આગનું કારણ ગુલાલ પણ ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ગુલાલમાં કોઈ કેમિકલ હોઈ શકે છે જેના કારણે આગ ફાટી નીકળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial