Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના બાલવા તથા કાલાવડમાં જુગારના બે દરોડામાં દસ શખ્સ ઝડપાયા

શાપરમાં તીનપત્તી રમતા બે મહિલા નાસી ગયાઃ

જામનગર તા. ૨૬ઃ જામજોધપુરના બાલવા ગામમાં ગંજીપાના વડે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા હતા. જ્યારે જામનગરના શાપર ગામમાં તીનપત્તી રમતા બે શખ્સ પકડાઈગયા હતા અને બે મહિલા નાસી ગયા હતા. કાલાવડ શહેરમાંથી પાંચ પત્તાપ્રેમીને પોલીસે ઝડપી લીધા હતા.

જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં ભુવા શેરીમાં શનિવારે રાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી ગંજીપાનાથી જુગાર રમી રહેલા દિલીપ છગનભાઈ ચપલા, મુકેશ ભીખુભાઈ પરસાણીયા, નીતિન કાનજીભાઈ ભુવા, તથા શૈલેષ ગોરધનભાઈ દેલવાડિયા તથા વિઠ્ઠલભાઈ શામજીભાઈ પરસાણીયા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૬૨,૬૦૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા શાપર ગામમાં શંકરટેકરી વિસ્તારમાં શનિવારે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ સ્થળે ગંજીપાનાથી તીનપતી રમી રહેલા વિનોદ મેપાભાઇ ભાંભી, આમદ મામદ નાઈ નામના બે શખ્સ મળી આવ્યા હતા. જ્યારે પોલીસને જોઈને રોશનબેન બાઉદીન બેલીમ, ફાતમાબેન સુમારભાઈ નોતિયાર નામના બે મહિલા નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૬૮૦ રોકડા કબજે કરી ચારેય સામે જુગારધારાની કલમ-૧૨ હેઠળ કાર્યવાહી કરી છે.

કાલાવડ શહેરની વાછરડા સોસાયટીમાં રવિવારની રાત્રે જુગારની જમાવટ થઈ હોવાની બાતમી મળતા કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો ત્યાં જાહેરમાં તીનપત્તી રમી રહેલા પ્રફુલ ઉગાભાઇ સોંદરવા, ડાયાલાલ કાનજીભાઈ ચંદ્રપાલ, પ્રફુલ વસ્તાભાઈ સોંદરવા, વિનોદ હીરાભાઈ, સોંદરવા, રતાભાઇ નાથાભાઈ સોંદરવા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૦૨૦૦ રોકડા કબજે કરી જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh