Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ મહિલા સહિત સોળ વ્યક્તિ હથિયારથી તૂટી પડ્યાઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરના નવાગામ ઘેડમાં હોળીની રાત્રે બાઈકનું હોર્ન વગાડવાની બાબતે બોલાચાલી થયા પછી ચાર યુવાન પર ત્રણ મહિલા સહિત ૧૬ વ્યક્તિનું ટોળુ હથિયારોથી તૂટી પડ્યું હતું. ઘવાયેલા ચારેયને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ગાયત્રી ચોકમાં રહેતા જયપાલસિંહ મનુભા જાડેજા રવિવારની રાત્રે ત્રણેક વાગ્યે હનુમાન ચોકમાં હતા ત્યારે તેમના મિત્ર હેમતસિંહ ગોહિલે પોતાના મોટરસાયકલમાં હોર્ન વગાડતા રોહિત શિંગાળા તથા દિનેશ ઉર્ફે ડુંગાને હોર્ન ન વગાડવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
ત્યારપછી અજયરાજસિંહ જાડેજા અને જયદીપસિંહ જાડેજા રોહિત તથા તેના ભાઈ સુનિયા શિંગાળાને સમજાવવા ગયા હતા ત્યારે ઉશ્કેરાયેલા રોહિત, સુનિયા, મયુર શિંગાળા, રોહિત ઉર્ફે ચીના, દિનેશ ઉર્ફે ડુંગા, આદેશ શિંગાળા, સુરીયા કોળી, નિતીન શિંગાળા, સાગર કોળી, અશોક શિંગાળા, મયુર ઉર્ફે ટીટા શિંગાળા, બે અજાણ્યા શખ્સ અને ત્રણ અજાણી મહિલા મળી ૧૬ વ્યક્તિએ છરી, તલવાર, પાઈપ વડે હુમલો કરી અજયરાજને માથા તથા પગમાં, જયદીપસિંહને કમર તથા મોઢાના ભાગે ઈજા પહોંચાડી હતી. આ વેળાએ જયપાલસિંહ તથા ઋષિરાજસિંહ ગોહિલ બચાવવા જતાં તેમના પર ધોકાથી હુમલો કરાયો હતો અને ઋષિરાજસિંહને છરી હુલાવી દેવાઈ હતી. જેમાં આ યુવાનનું આંતરડું બહાર આવી ગયું હતું. ત્યારપછી પણ ન અટકેલા આ ટોળાએ વાહનોમાં પથ્થર તથા હથિયાર ઝીંકી નુકસાન કર્યું હતું. બે મહિલા મરચાની ભૂક્કી ઉડાડતી હતી.
ઘવાયેલા ચારેય યુવાનોને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી જયપાલસિંહે ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગ, હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ત્રણ મહિલા સહિત ૧૬ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial