Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રંગોત્સવઃ ધૂળેટી પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે રંગેચંગે ઉજવણી

બાળકો-યુવાવર્ગ-વડીલો રંગાયા, રસ્તા-શેરી-ચોક રંગાયાઃ ચારેતરફ રંગોત્સવનો જબરદસ્ત માહોલ સર્જાયોઃ

જામનગર તા. ર૬ઃ જામનગરની ઉત્સવ પ્રેમી જનતાએ રંગોત્સવ-ધૂળેટી પર્વની મોજ-મસ્તી સાથે ભારે ઉત્સાહભેર ઉજવણી કરી સમગ્ર જામનગરને રંગોથી છલકાવી દીધું હતું.

જામનગરમાં સવારથી જ નાના બાળકો-ટાબરિયા હાથમાં પીચકારી-રંગો સાથે એકબીજાને રંગવા શેરી-ગલીઓ-એપાર્ટમેન્ટના પાર્કિંગમાં દોડાદોડી કરતા જોવા મળ્યા હતાં.

સવારે ૧૦ વાગ્યા પછી તો નગરના યુવક-યુવતીઓ સહિતના લોકો મટી સંખ્યામાં ધૂળેટી પર્વને માણવા રસ્તાઓ ઉપર નીકળી પડ્યા હતાં. ચારે તરફ વિવિધ રંગોની છોળો ઊડી હતી અને રંગે રંગાયેલા લોકોએ કિકિયારીઓ સાથે ભરપૂર મોજ-મસ્તી માણી હતી. કેટલાક એપાર્ટમેન્ટવાળા તથા યુવા સમૂહ દ્વારા ઢોલવાળા, મ્યુઝિકવાળા બોલાવી નાચ-ગાન સાથે રંગપર્વ ઉજવ્યું હતું.

જામનગરના મોટાભાગના શેરી-રસ્તાઓ-ચોકમાં કાબરચીતરા રંગે રંગાયેલા લોકોના ટોળેટોળા જોવા મળતા હતાં. આ ઉપરાંત ટુ-વ્હીલર ઉપર રંગોના કોથળા લઈને એકબીજાને રંગ ઊડાડતા ઊડાડતા મસ્તી માણતા યુવક-યુવતીઓ પણ જોવા મળ્યા હતાં. યુવા વર્ગ ઉપરાંત અન્ય લોકોએ પણ પરિવાર સાથે વડીલો સાથે રંગોત્સવ મનાવ્યો હતો. ક્યાંક માત્ર એકબીજાના ઘરે જઈને કપાળ ઉપર ચાંદલો કરીને ધૂળેટીની શુભકામના પાઠવી હતી.

જામનગર શહેરની ફરતેના રીસોર્ટ, પાર્ટી પ્લોટ, વોટર પાર્કમાં રંગપર્વની ઉજવણીના અનેક ભવ્ય્ આયોજનો થયા હતાં જ્યાં ડી.જે., ઢોલનગારા, સાઉન્ડ સિસ્ટમ સાથે રંગ-પિચકારી-લંચ ચેતજ નહાવા-ધોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આવા તમામ આયોજનોમાં પણ નગરની શોખીન જનતા બાળકો-પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉમટી પડી હતી અને મ્યુઝિક-ડાન્સ સાથે રંગો ઊડાડી આનંદ માણ્યો હતો.

જામનગરમાં રંગો ઉડાડવાનો સીલસીલો સાંજે ચાર વાગ્યા સુધી ચાલ્યો અને ત્યારપછી સાજે છ વાગ્યાથી જાણે નગરના તમામ લોકો વરસ્તા ઉપર આવી ગયા હય તેમ ચારેકોર વાહનો-લોકોની ભીડ જોવા મળી હતી. જામનગરની હોટલો, રેસ્ટોરનટો, આસપાસના ઢાબા, રીસોર્ટ તેમજ ખાણીપીણીની દુકાનો-રેંકડીઓમાં તો લોકો વાનગીઓ આરોગવા રીતસર તૂટી પડ્યા હતાં. મોટી રાત્રિ સુધી ખાવા-પીવાની મોજ માણી જામનગરની શોખીન અને ઉત્સવપ્રેમી જનતાએ રંગોત્સવ ઉજવ્યો હતો.

સમગ્ર પર્વની ઉજવણી દરમિયાન કોઈનોંધપાત્ર દુર્ઘટના બની નહતી, જો કે કોઈ કોઈ વિસ્તારોમાં પરાણે રંગ ઊડાડવાના કે યુવતીઓની ટીખળ કરવાના છમકલા જેવા બનાવો બન્યા હતાં, પણ તેમાં મામલો તરત શાંત પડી જતા કોઈ બબાલ થઈ ન હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh