Advertisement
Author: નોબત સમાચાર

આવતા વર્ષથી લિવિંગ વેજ સિસ્ટમ લાગુ થતા લઘુતમ વેતનની પ્રથા બંધ થવાની સંભાવના

સરકારે રૃપરેખા તૈયાર કરવા આઈએલઓની મદદ માંગીઃ

નવી દિલ્હી તા. ર૬ઃ કેન્દ્ર સરકાર આવતા વર્ષથી નવી સિસ્ટમની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે. સરકાર લઘુતમ વેતનની વ્યવસ્થા ખતમ કરવા જઈ રહી છે. લિવિંગ વેજ સિસ્ટમ આવતા વર્ષથી લાગુ થઈ શકે છે. લિવિંગ વેતન એ લઘુતમ આવક છે જેના વડે કામદાર તેની મૂળભૂત જરૃરિયાતો પૂરી કરી શકે છે. આમાં આવાસ, ખોરાક, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કપડાનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દેશમાં લઘુતમ વેતનની વ્યવસ્થાને ખતમ કરવાની તૈયારી કરી રહી છે. તેના બદલે આગામી વર્ષથી દેશમાં લિવિંગ વેજ સિસ્ટમ લાગુ કરવાની યોજના છે. સરકારે આ સિસ્ટમની રૃપરેખા તૈયાર કરવા માટે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન પાસેથી ટેકનિકલ મદદ માંગી છે. લિવિંગ વેતન એ લઘુતમ આવક છે જેના વડે કામદાર તેની મૂળભૂત જરૃરિયાતો પૂરી કરી શકે છે. આમાં આવાસ, ખોરાક, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કપડાનો સમાવેશ થાય છે. આઈએલઓ એ આ મહિનાની શરૃઆતમાં તેને મંજુરી આપી હતી.

સરકારનો દાવો છે કે આ મૂળભૂત લઘુતમ વેતન કરતા વધુ હશે. ૧૪ માર્ચે જીનીવામાં આયોજિત ગવર્નિંગ બોડીની ૩પ૦ મી બેઠકમાં લઘુતમ વેતન સંબંધિત સુધારાઓને મંજુરી આપવામાં આવી હતી. ભારતમાં પ૦ કરોડથી વધુ કામદારો છે અને તેમાંથી ૯૦ ટકા અસંગઠિત ક્ષેત્રમાં છે. તેમને રોજનું લઘુતમ વેતન રૃા. ૧૭૬ કે તેથી વધુ મળે છે. તે તમે ક્યા રાજ્યમાં કામ કરી રહ્યા છો તેના પર નિર્ભર છે.

જો કે, ર૦૧૭ થી રાષ્ટ્રીય સ્તરે લઘુતમ વેતનમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. આ રાજ્યો માટે બંધનકર્તા નથી અને તેથી કેટલાક રાજ્યોમાં વેતન આના કરતા પણ ઓછું છે. ર૦૧૯ માં પસાર કરાયેલ વેતન સંહિતા હજુ અમલમાં આવવાની બાકી છે. તે વેતન માળખું પ્રસ્તાવિત કરે છે જે તમામ રાજ્યો માટે બંધનકર્તા રહેશે. ભારત આઈએલઓ ના સ્થાપક સભ્ય છે અને ૧૯રર થી તેની ગવર્નિંગ બોડીનું કાયમી સભ્ય છે.

સૂત્રો મુજબ સરકાર ર૦૩૦ સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવાની દિશામાં કામ કરી રહી છે. એક મત એ છે કે લઘુતમ વેતનને જીવંત વેતન સાથે બદલવાથી લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાના ભારતના પ્રયાસોને વેગ મળી શકે છે. અધિકારીએ કહ્યું, 'અમે ક્ષમતા નિર્માણ, ડેટાના વ્યવસ્થિત સંગ્રહ અને લિવિંગ વેજના અમલિકરણથી ઉદ્રવતા હકારાત્મક આર્થિક પરિણામો અંગેના પુરાવા માટે આઈએલઓ પાસેથી મદદ માંગી છે.'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh