Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જળ વિતરણની સૂચના પછી હવે આરોગ્ય વિભાગને નવી સૂચનાઓ જારી કરીઃ
નવી દિલ્હી તા. ર૬ઃ દિલ્હીની મુખ્યમંત્રી કેજરીવાલે ઈ.ડી.ની કસ્ટડીમાંથી જ સરકાર ચલાવવાનું શરૃ કર્યું છે અને પાણી પુરવઠા પછી હવે આ વિભાગને આદેશ આપ્યો છે. કેજરીવાલ હાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીની એક્સાઈઝ નીતિના કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરીંગ કેસના કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે. જેલમાંથી સરકાર ચલાવવાની જાહેરાત કરનાર કેજરીવાલે ઈ.ડી.ની કસ્ટડીમાંથી જ સરકાર ચલાવવાનું શરૃ પણ કરી દીધું છે. અગાઉ પાણી પુરવઠા વિભાગને લઈને એક આદેશ જાહેર કર્યો હતો ત્યારે હવે વધુ એક આદેશ જાહેર કર્યો છે, અને સ્વાસ્થ્ય વિભાગને નવી સૂચનાઓ આપી છે.
ઉલ્લેખનિય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ર૧ મી માર્ચે દિલ્હીની એક્સાઈઝ નીતિના કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતાં. જેલમાં જવા છતાં અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું નથી. તેઓ કસ્ટડીમાંથી જ સરકાર ચલાવી રહ્યા છે. પહેલા તેમણે જેલમાંથી જ દિલ્હીના લોકોને પાણી પહોંચાડવા અંગેના આદેશો જારી કર્યા હતાં.
જો કે, આ આદેશને લઈને પણ સવાલો ઊભા થયા છે, ત્યારે હવે અરવિંદ કેજરીવાલે જેલમાંથી જ વધુ એક આદેશ આપ્યો છે. તેમણે સ્વાસ્થ્ય મંત્રાલય માટે નવી સૂચનાઓ જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ આ અંગે આદેશ સેના માટે છે, તેની વિગતો આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial