Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૨,૯૦,૦૦૦ની કિંમતના ચોરાઉ મોબાઈલ કબજેઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરના અંધાશ્રમ આવાસ પાસેથી પોલીસે ત્રણ શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત એક કિશોરને ચોરાઉ ૩૧ મોબાઈલ સાથે પકડી પાડ્યા છે. આ ટોળકીએ છેલ્લા બે મહિનામાં ધોરીમાર્ગ પર આવેલા પેટ્રોલપંપ, ઝૂંપડા અને ચાલીને દ્વારકા જતા સંઘના કેમ્પમાંથી મોબાઈલ ઉઠાવ્યાની કબૂલાત આપી છે.
જામનગરમાં સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના હર્ષદ પરમાર, હોમદેવસિંહ, ખીમશીભાઈ ડાંગરને બાતમી મળી હતી કે, અંધાશ્રમ આવાસ પાસે કેટલાક મોબાઈલ સાથે ત્રણ શખ્સ ઉભા છે. તે બાતમીથી પીઆઈ જે.વી. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફે ત્યાં ધસી જઈ ત્રણ શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત એક કિશોરને અટકાયતમાં લઈ પોલીસ મથકે ખસેડ્યા હતા.
આ વ્યક્તિઓની તલાશી લેવાતા તેઓના કબજામાંથી ઓપો, વીવો, રીયલમી, રેડમી, સેમસંગ, ટેકનો, આઈટેલ કંપનીના ૩૧ મોબાઈલ મળી આવ્યા હતા. ચોંકી ગયેલી પોલીસે આ તમામ મોબાઈલ અંગે બીલ કે આધાર આપવા માટે જણાવતા આ શખ્સો થોથવાયા હતા. અંધાશ્રમ આવાસના બ્લોક નં.૯૨/રમાં રહેતા સંજય નાનજીભાઈ ગોહિલ, બ્લોક નં.૯૦/૧માં રહેતા મયુર પ્રકાશભાઈ મહિડા, ખેતીવાડી ફાર્મ પાસે રહેતા મિલન અમરશીભાઈ શેખવા ઉર્ફે કાલી તથા કાયદાથી સંઘર્ષિત કિશોરની પૂછપરછ કરાતા તેઓેએ છેલ્લા બે મહિનામાં જામનગરથી રાજકોટ તેમજ કાલાવડથી રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા પેટ્રોલપંપ, બંધ મકાન અને ઝૂંપડાઓમાંથી અને દ્વારકા જતાં પદયાત્રી સંઘના કેમ્પમાંથી મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત આપી છે. ચોરી વખતે મયુર તથા મિલન મોબાઈલ ઉપાડતા હતા અને સંજય તેમજ કાયદાથી સંઘર્ષિત કિશોર આજુબાજુમાં ધ્યાન રાખવાનું કામ કરતા હતા. પોલીસે રૃા.૨,૯૦,૦૦૦ ની કિંમતના ૩૧ મોબાઈલ કબજે કરી ત્રણેય શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial