Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા યોજાયો હોલિકા દહ્નનો વિરાટ કાર્યક્રમ

સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ઉમટી પડ્યા નગરજનો

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સૌથી ઊંચી-વિરાટ હોળી બનાવી તેના દહ્નના કાર્યક્રમ માટે જામનગરના સમસ્ત ભોઈ સમાજ દ્વારા આયોજિત હોલિકા દહ્નનો કાર્યક્રમ સુપ્રસિદ્ધ છે. જામનગરમાં છેલ્લા ૬૮ વર્ષથી ભોઈ સમાજ દ્વારા પરંપરાગત રીતે હોલિકા દહ્ન કરવામાં આવે છે. આ વરસે રપ ફૂટ ઊંચી અને ૩/૪ ટન વજનની હોલિકાનું પૂતળું બનાવામાં આવ્યું હતું. જેને સમસ્ત ભોઈ સમાજની વાડીએથી હોલિકા ચોક, શાક માર્કેટ પાસે વાજતે ગાજતે લાવવામાં આવ્યું હતું અને ત્યાં રવિવારે રાત્રે હોલિકા દહ્નનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ વરસે પણ આ અનોખી હોળીદહ્ન પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો દર્શન-પ્રદક્ષિણા માટે ઉમટી પડ્યા હતાં. જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, અન્ય આગેવાનો, ભોઈ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. મહાનુભાવોએ હોળીનું પૂજન-દર્શન કર્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh