Advertisement
Author: નોબત સમાચાર

ગુજકેટની પરીક્ષા દરમિયાન કેન્દ્રો તથા આસપાસ પ્રતિબંધાત્મક આદેશો જાહેર

૩૧ મી માર્ચે લેવાનારી

જામનગર તા. ર૬ઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૩૧-૩-ર૦ર૪ ના ગુજકેટ-ર૦ર૪ની પરીક્ષા યોજાશે. આ પરીક્ષા દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડભાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના રહેલી છે.

ઉકત તમામ બાબતોને ધ્યાનમાં રાખતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા તેમની મળેલી સત્તાની રૃએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેરાત કરાઈ છે કે, સમગ્ર જામનગર જિલ્લામાં ઉકત પરીક્ષા માટે નક્કી કરાયેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન ધારકોએ અત્રે જણાવેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આસપાસ આગામી તા. ૩૧ માર્ચ દરમિયાન સવારના ૯-૩૦ કલાકથી સાંજના પ કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો કે દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં.

આ ઉપરાંત આ પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિએ મોબાઈલ, ઈલેકટ્રોનિક સાધનો આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધાત્મક હુકમો સરકારી અર્ધ સરકારી કે જાહેર સાહસો સિવાયના સાહસોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ ૧૮૮ તળે શિક્ષાપાત્ર થશે.

જામનગર જિલ્લામાં પરીક્ષા માટે જાહેર કરાયેલા પરિશિષ્ટ મુજબ પરીક્ષા કેન્દ્રોમાં સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ યુનિટ-૧, સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ યુનિટ-ર, ડી.એસ.ગોજીયા વિદ્યાલય, એ.બી. વિરાણી કન્યા વિદ્યાલય, જી.એસ. મહેતા કન્યા વિદ્યાલય,  ડીસીસી હાઈસ્કૂલ, નેશનલ હાઈસ્કૂલ, ભવન્સ એ.કે. દોશી વિદ્યાલય, એલ.જી. હરિયા સ્કૂલ યુનિટ-૧, એલ.જી. હરિયા સ્કૂલ યુનિટ-ર, જે.કે. સોની કન્યા વિદ્યાલય, પ્રણામી હાઈસ્કૂલ અને આર.આર. શાહ હાઈસ્કૂલનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh