Advertisement
Author: નોબત સમાચાર

ભારતભરના રાજપૂતો માટે 'રાજપૂત બિઝનેસ કોન્ફરન્સ'

ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)નું પ્રેરક ઉદ્બોધનઃ

જામનગર તા. ૨૬ઃ રાજસ્થાનના જયપુરમાં અખિલ ભારત રાજપૂત સમાજ સંગઠન તથા ક્ષત્રિય ધર્મ સંસદના સંયુક્ત ઉપક્રમે ભારતભરના રાજપૂતો માટે 'રાજપૂત બિઝનેસ કોન્ફરન્સ' યોજાઈ હતી. જેનું ઉદ્ઘાટન જામનગરના ક્ષત્રિય અગર્ણી અને ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા)ના હસ્તે કરવામાં આવ્યું હતું.

અખિલ ભારતભરના રાજપૂત બિઝનેસમેન માટે રાજસ્થાનના જયપુરમાં રાજપૂત બિઝનેસ કોન્ફરન્સનું ઉદ્દઘાટન કરતાં રાજ્યના પૂર્વ મંત્રી અને બિઝનેસમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજની રાજપૂત બિઝનેસ કોન્ફરન્સ એ રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો માટે નવી પ્રેરણાદાયક અને ઉમદા હેતુસરની બની રહેશે. ભારતભરમાં રહેતા રાજપૂત સમાજના ઉદ્યોગપતિઓ બિઝનેસમેનનો માટે આ કોન્ફરન્સ નવી દિશા સૂચક બનશે.

ભારતભરમાંથી રાજપૂત સમાજના અનેક અગ્રણીઓ ઉદ્યોગપતિઓ બિઝનેસમેનો તેમજ જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતાં. આ કોન્ફરન્સમાં આત્મીય મુલાકાત કરીને વાર્તાલાપ પણ કરેલ હતો. ખાસ કરીને વર્તમાન સમયમાં ધંધા રોજગાર ક્ષેત્રે કયા પ્રકારની વિકાસની ઉજ્જવળ તકો રહેલી છે તેવા પ્રકારથી રાજપૂત સમાજના ભાઈઓ બહેનોને બિઝનેસ તરફ પ્રેરણા મળે તેવું માર્ગદર્શન પણ આપવામાં આવેલ હતું. આ રાજપૂત સમાજના ભવ્ય ઈતિહાસની ઝાંખી કરાવતા ક્ષત્રિય ધર્મ સંસદ પણ યોજવામાં આવી હતી. આ ધર્મ સંસદ અને બિઝનેસ કોન્ફરન્સમાં ભારતભરમાંથી અનેક ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કોન્ટ્રકટરો, બિલ્ડર્સ, સહિતના મહાનુભાવો, આગેવાનો, ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં ગુજરાતમાંથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના અધ્યક્ષ ડો. જયેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત રાજકોટ યુવા સંઘના અધ્યક્ષ જયેન્દ્રસિંહ જાડેજા, પી.ટી. જાડેજા તેમજ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત, રાજભા જાડેજા સહિતના અનેક આગેવાનોએ ભાગ લીધો હતો.

ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં રાજપૂત સમાજના જે ઉદ્યોગપતિઓ કોન્ટ્રાકટરો, બિલ્ડર્સ વેપારીઓ સંકળાયેલા છે અને તેમના વેપાર ધંધા અંગે જાણકારીનું આદાન-પ્રદાન પણ કર્યું હતું. આવનારા સમયમાં કેવા પ્રકારની વેપારની ઉજ્જવળ તકો રહેલી છે. તે અંગે વિચાર વિમર્શ કરાયો હતો.

મહત્ત્વની વાત તો એ છે કે રાજપૂત સમાજના વેપાર ધંધા સાથે જે ઈતિહાસ જોડાયેલો છે તે પણ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવેલ. આમ રાજપૂત બિઝનેસ કોન્ફરન્સ દ્વારા દેશભરના રાજપૂતો એકબીજા જોડે બિઝનેસ કરીને સમાજને નવી દિશા આપશે અને એકબીજાના પરસ્પર ઉપયોગી કેવી રીતે બની શકાય તેના પણ લાભ પ્રાપ્ત થશે. આમ જયપુરની રાજપૂત સમાજની બિઝનેસ કોન્ફરન્સ નવી દિશા આપશે. સફળ રાજપૂત ઉદ્યોગપતિ વેપારીઓએ તેમની સફળતાનો વાર્તાલાપ પણ રજૂ કર્યો હતો. વર્તમાન સમયમાં કેવા પ્રકારની નાણાકીય બજારની સ્થિતિ છે, દેશ વિદેશમાં વેપાર ધંધામાં કેવી તકો રહેલી છે, તેનો અનુભવ સાથે એક મોડલ ચિત્ર પણ રજૂ કર્યું હતું. તેના દ્વારા ભાગ લેવા આવેલા રાજપૂત સમાજના યુવાન ભાઈઓ-બહેનોએ પણ સફળતાનું ભાથું બાંધ્યું હતું.

આ બિઝનેસ કોન્ફરન્સનું ઉદઘાટન કરતા રાજયના પૂર્વ મંત્રી અને જામનગરના બિઝનેસને ધર્મેન્દ્રસિંહ મેરૃભા જાડેજાએ બિઝનેસ કોન્ફરન્સનું આયોજન કરનાર આયોજકોને અભિનંદન આપ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh