Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ વર્ષમાં અમીરોની સંખ્યામાં ૭૬ ટકાનો વધારોઃ
નવી દિલ્હી તા. ર૬ઃ દેશમાં સુપર રિચની સંખ્યામાં પાંચ વર્ષમાં ૭૬ ટકા વધારો થયો છે. હુરૃન ઈન્ડિયા રિયલિસ્ટ મુજબ ભારતમાં ૧૩૧૯ કરોડ સુપર રિચ છે.
ભારતમાં ઝડપી આર્થિક વિકાસની વચ્ચે દેશમાં સુપર રિચ લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં અમીર લોકોની સંખ્યામાં ૭૬ ટકાથી વધુનો વધારો થયો છે. હુરૃન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર હાલમાં ભારતમાં ૧૦૦૦ કરોડ રૃપિયાથી વધુની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા ૧૩૧૯ પર પહોંચી ગઈ છે.
આ રિપોર્ટ અનુસાર વર્ષ ર૦ર૩ માં અમીર લોકોની યાદીમાં ર૧૬ લોકો જોડાયા હતાં. તે જ સમયે સુપર રિચની આ ક્લબમાં ર૭૮ નવા લોકો જોડાયા છે. ભારતમાં પહેલીવાર ૧૦૦૦ કરોડ રૃપિયાથી વધુની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા ૧૩૦૦ ને વટાવી ગઈ છે. ભારતીય ધનકુબેર પણ આવનારા દિવસો માટે ઉત્સાહિત જણાય છે.
હુરૃન ગ્લોબલના ચેરમેન રૃપર્ટ હૂગેવર્ફે જણાવ્યું હતું કે, ભારતીય ઉદ્યોગપતિઓ વિશ્વના અન્ય દેશોના ઉદ્યોગપતિઓ કરતા વધુ આત્મવિશ્વાસ ધરાવે છે. તેઓને લાગે છે કે નવું વર્ષ વધુ સારૃ રહેવાનું છે, જ્યારે વિશ્વના અન્ય ભાગોમાં આવું નથી.
ચીનના ઉદ્યોગપતિઓ ર૦ર૪-રપ ખરાબ રહેવાનો ભય વ્યક્ત કરી રહ્યા છે. યુરોપમાં પણ કોઈ આશાવાદ નથી. ભારત અને ચીનના અમીરોની સરખામણી કરતા હુગવર્કે કહ્યું કે, બન્ને દેશોના અમીરોની યાદીમાં સામેલ લોકોમાં તફવાત છે.
ભારતના કિસ્સામાં કુટુંબ આધારિત માળખું છે, જેનું વ્યવસાય સામ્રાજ્ય પેઢીઓથી ચાલતું આવ્યું છે, જ્યારે ચીનમાં મલ્ટી જનરેશન બિઝનેસ હાઉસનો અભાવ છે, જો કે કુટુંબ આધારિત માળખું બેધારી તલવાર ગણાય છે. આ પરંપરાને સમૃદ્ધ બનાવી શકે છે, પરંતુ નવીનતાને અસર કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial