Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈક ચલાવી રહેલા મૃતકના માતા-પિતા પણ ઘાયલઃ
જામનગર તા. ૨૬ઃ લાલપુરના સણોસરી ગામ પાસે ગઈકાલે એક બાઈક આડે શ્વાન ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. તેના પર જઈ રહેલા શ્રમિક તથા તેમના પત્નીને ઈજા થઈ હતી સાથે રહેલા તેમના આઠ વર્ષના પુત્રનું મૃત્યુ નિપજ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વાનાવડ ગામમાં પ્રવીણભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા ગામના ગુડુભાઈ વેસ્તાભાઈ દેહદીયા અને તેમના પત્ની અજમાબેન ઉર્ફે સુમીબેન ત્યાં જ કામ કરી ખેતરમાં વસવાટ કરતા હતા.
તે દરમિયાન ગઈકાલે સવારે વાનાવડથી ગુડુભાઈ એક કામસર લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં આવ્યા હતા. તેમની સાથે એમપી-૬૯ એમબી-૫૯૭ નંબરના બાઈકમાં તેમનો આઠ વર્ષનો પુત્ર અર્જુન અને પત્ની અજમાબેન પણ સાથે આવ્યા હતા. કામ પૂર્ણ થયા પછી તેઓ ચારેક વાગ્યે વાનાવડ જવા નીકળ્યા હતા.
તેઓ જ્યારે લાલપુરથી ત્રણ પાટિયા તરફ સણોસરી ગામ નજીક પહોંચ્યા ત્યારે અચાનક જ દોડીને એક શ્વાન બાઈક આડે ઉતરતા ગુડુભાઈએ બાઈક પરનો કાબુ ગૂમાવ્યો હતો. સ્લીપ થયેલા વાહનમાંથી ફંગોળાયેલા અર્જુનને માથામાં ગંભીર ઈજા થઈ હતી. દોડી આવેલી ૧૦૮માં અર્જુન તથા ગુડુભાઈને લાલપુર દવાખાને લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અર્જુનને મૃત્યુ પામેલો જાહેર કર્યાે હતો. પોલીસને જાણ કરાતા પોલીસે માતા અજમાબેનનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial