Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૃષ્ણભક્તિના નારા-ગીતોથી ગગન ગુંજતુ રહ્યુંઃ સાંસ્કૃતિક કાર્યક્રમો ઃ ૬૦૦ વિખૂટા પડેલાનું મિલનઃ વૃદ્ધો-અશકતોને કરાઈ મદદ
દ્વારકા-ખંભાળીયા તા. ૨૬ઃ યાત્રાધામ દ્વારકામાં હોળી-ધૂળેટી પર્વે ફૂલડોલ ઉત્સવના દર્શને લાખો ભાવિકો ઉમટી પડતા માનવ મહેરામણ ઉભરાયો હતો. સુરક્ષાકર્મીઓ-સંસ્થાઓએ યાત્રિકોને મદદરૃપ થવા વ્યવસ્થાઓ કરી હતી. પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ત્રણ દિ' સુધી કૃષ્ણનગરીમાં ભક્તોની ભીડ થતા હાઉસફૂલ જણાયું હતું.
દેશના વિવિધ ક્ષેત્રોમાં થતી છેલ્લા એક અઠવાડીયાથી કાનુડાની નગરીમાં ગોકુલ-મથુરા અને બરસાનાના ફૂલડોલને યાદ અપાવતો વસંતી ફાગનો ફૂલડોલ ઉત્સવ ભારે ધામધૂમથી દ્વારકામાં ઉજવાયો હતો.
વર્ષોવર્ષ વધતા યાત્રિકોના પ્રવાહમાં લોકોમાં ભક્તિભાવના વધી રહી હોય તેવું ચોક્કસપણે ફૂલડોલ ઉત્સવનું દ્વારકામાં ચિત્ર નજરે જોવા મળ્યું હતું.
શુક્ર, શનિ, રવિ અને સોમવારની રજાઓને લઈને ફૂલડોલના આ મીની વેકેશનમાં પ.૬૩.૪પ૦ ભાવિકો કાળીયા ઠાકુરના દર્શન કર્યા હતાં. પોલીસ વિભાગના કર્મીઓએ ર૪૧પ અશકત ભાવિકોને વ્હીલચેરના સહયોગથી મંદિરમાં દર્શનની વ્યવસ્થા કરી આપી હતી અને ૬૦૦ પરિવારો વિખુટા પડી જતાં પોલીસે તેઓતે તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
જિલ્લા પોલીસ વડા નિલેષ પાંડેના માર્ગદર્શન હેઠળ વિભાગીય અધિક્ષક હાર્દિક પ્રજાપતિ તથા સાગર રાઠોડ સહિત ૬ ડીવાયએસપી, ૭૦ પીઆઈ અને પીએસઆઈ સહિતના ૧૧૦૦ પોલીસકર્મી અને અધિકારીઓ વ્યવસ્થા અને બંદોબસ્તમાં જોડાયા હતાં. છેલ્લા ત્રણ દિવસથી થતા ભારે ધસારાના કારણે દિવાળી અને નાતાલના મીની વેકેશનની જેમ યાત્રાધામ દ્વારકામાં ફરીથી હોમ સ્ટે, હોટલો, અતિથિગૃહો તો ફૂલ થઈ ગયા પરંતુ જાહેર માર્ગો ઉપર અને જાહેર સ્થળો જેવા કે નગરના જુદા જુદા વિસ્તારમાં આવેલા મંદિરો અને અન્ય જગ્યાએ યાત્રીકોએ રાતવાસો કરવાની ફરજ પડી હતી. મોડી રાત્રિના આવેલા લોકોએ તેમની કારમાં જ ઊંઘ કરવાની ફરજ પડી હતી.
આમ જોઈએ તો દ્વારકા-ઓખા માર્ગો ત્યા દ્વારકા લીંબડી અને દ્વારકા જામનગરના માર્ગો ઉપર ટ્રાફિક સમસ્યાને લઈને ત્રણ ત્રણ કિમી સુધી ભાવિકોએ તેમના વાહનપાર્ક કરવા પડ્યા હતાં.
સોમવારે જ્યારે બપોરે ર થી ૪ વાગ્યા સુધીના ફૂલડોલ ઉત્સવમાં મંદિર પરિસરમાં લોકો અબીલ ગુલાલની છોળો ઉડાડીને કાન ઘેલા બન્યા હતાં. હજારો ભાવિકોની કતારો અને નિજ મંદિર તથા મંદિરના વિસ્તારના એક એક ખુણામાં જ્યાં જગ્યા મળે ત્યાં ભાવિકો ફૂલડોલના રંગે રંગાવા ગોઠવાઈ ગયા હતા તો વહીવટી તંત્રએ પણ ભારે સ્વયં સાથે યાત્રીકોને કાળીયા ઠાકોર સંગ ફૂલડોલ મનાવવા પૂરતો સહયોગ આપ્યો હતો. ફૂલડોલના ઉત્સવ દર્શન સાંજે ચાર વાગ્યે પૂર્ણ થતાં જ ભાવિકો દ્વારકાના ગોમતીઘાટ સંગમનારાયણ ઘાટ તથા શિવરાજપુર બીચ ઉપર સ્નાન માટે પહોંચ્યા હતા અને ત્યાં પણ આનંદ, ઉત્સાહ અને ઉત્સવાહથી સ્નાનની મોજ માણી હતી.
દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડે દ્વારકા પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા, ડીવાયએસપી સાગર રાઠોડ, પો.ઈ. ટી.સી. પટેલ તથા ટીમ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી તથા લાખો ભાવિકોએ ખૂબ જ શાંતિથી દર્શન કર્યા હતાં.
દ્વારકા તથા બેટ દ્વારકા, નાગેશ્વર મહાદેવ સિહતના સ્થળો પર પોલીસની શી ટીમ, સુરક્ષા પોલીસ ટીમ, પોલીસ સહાયતા કેન્દ્રો, પોઈન્ટવાઈઝ ચેકીંગ, હેલ્પલાઈન નંબરો, માઈક દ્વારા માર્ગદર્શન અપાયું હતું.
જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ મંદિરમાં સુરક્ષા માટે ૯૪ સીસીટીવી કેમેરા ૩૦ બોડી વોર્ન કેમેરા, વાયરસેલ સિસ્ટમ, નેટવર્ક, સહાયતા કેન્દ્રો તથા અલગ અલગ ટીમો દ્વારા તથા સહાયતા કેન્દ્રોમાં કુલ પ૬ વ્યક્તિઓના કિંમતી માલ-સામાન ગૂમ થયેલા પરત કરવામાં આવ્યા હતાં.
દ્વારકા જિલ્લા પોલીસ તથા અન્ય જિલ્લામાંથી આવેલા પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર રીતે પાંચ દિવસ સુધી સતત વ્યવસ્થા ગોઠવાઈ હતી જેથી ખૂબ જ શાંતિપૂર્ણ કોઈ દુર્ઘટના વગર દર્શન ભાવિકોએ કર્યા હતાં.
જિલ્લા પોલીસ દ્વારા ખંભાળીયાની હદમાંથી પ્રવેશતાથી માંડીને છેક દ્વારકા મંદિર સુધી પહોંચતા પદયાત્રિઓ માટે પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા સતત ર૪ કલાક સુધી પદયાત્રીઓ પહોંચ્યાના અંતિમ દિવસ સુધી ગોઠવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial