Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના બરડા ડુંગરમાં કાનમેરામાં પરંપરાગત રીતે થયું હોલિકા દહન

ખંભાળીયા તા. ર૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના  ભાણવડ પાસે અત્યંત પ્રાચીન મંદિરો આવેલા છે. બરડા ડુંગરમાં કાનમેરા ટેકરી પાસે વર્ષોથી પરંપરાગત રીતે હોલિકા દહન થાય છે.

કહેવાય છે કે શ્રીકૃષ્ણ અહીં રૃક્ષ્મણી સાથે આવીને હોલિકા દહન કર્યું હતું તથા અહીં રાસ રમ્યા હતા તેમજ મેળો થયો હતો. જેથી કાન મેરા નામ પ્રચલીત થયું. રાણપરના અગ્રણી પંકજભાઈ દવેએ જણાવેલ કે કાનમેરાના હોલિકાદહનમાં લોકો રાજકોટ, જામનગર, દ્વારકા, ખંભાળીયા, જામજોધપુરથી આવે છે. સંતો આ કાર્યક્રમમાં જોડાય છે. ડુંગરમાં રહેતા માલધારી સમાજ, વાગડીયા નેશ પાસે ધીંગેશ્વર મહાદેવ પાસે અનેક સ્થળે દૂધ, દહીં, છાશ, સરબતની વ્યવસ્થા રખાય છે. એમ પણ કહેવાય છે કે હોલિકા દહનમાં અંદર રાખેલો કુંભ કોઈ કાઢતું નથી, રાત્રે બધા ચાલ્યા જાય છે, સવારે હોલિકામાંથી કુંભ કોઈ દિવ્યશક્તિ બહાર કાઢીને વર્ષોથી મૂકી જાય છે !! રબારી સમાજના બોદા પાલાભાઈ, રાજા જેતા, પૂંજા નાથા, બાબુ રામા, હર્ષિત રાડીયા સહિતના કાર્યકરો દ્વારા નાસ્તા ચા ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાનમેરાના ડુંગર પર પ્રગટેલી હોળી જોવા ગામના લોકો અગાશીઓ પર ચડે છે.  જે પહેલા પાંડવોના સમયમાં છેક દ્વારકાથી દેખાતી હોવાની લોક વાયકા પણ પ્રચલીત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh