Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા શહેર-ગ્રામ્ય વિસ્તારમાં
ખંભાળીયા તા. ૨૬ઃ ખંભાળીયા શહેર તથા ગ્રામ્ય પંથકમાં રંગોના તહેવાર ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી.
સવારથી શહેરના અનેક વિસ્તારમાં યુવાનો રંગ સાથે મિત્રો-સગાસંબંધીઓને રંગે રમાડવા નીકળી પડ્યા હતાં. યુવતીઓ પણ ટુ-વ્હીલર પર રંગોત્સવની ઉજવણી માટે નીકળી હતી. રામનાથ સોસાયટી સહિતના કેટલાક વિસ્તારમાં આવા ટોળા દ્વારા રસ્તે નીકળતા લોકોને બળજબરીથી રંગ ઉડાવવાનો અતિરેક થતાં પોલીસે બે-ત્રણ સ્થળે દોડવું પડ્યું હતું.
રંગો ભરીને ફૂગ્ગા સાથે થેલા ભરીને યુવાનો ટોળી બનાવને નીકળીને ઢોલ-નગારા તથા ડીજે સાથે તો ક્યાંક રંગોના મોટા ટબ બનાવીને ઉજવણી કરતા દૃશ્યો જોવા મળ્યા હતાં. ભૂલકાઓ પણ પિચકારી સાથે જોવા મળ્યા હતાં. અહીંના કલ્યાણરાયજી મંદિર, રામ મંદિર, મહાપ્રભુજી બેઠક, હવેલીમાં રંગોત્સવની ઉજવણી થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial