Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માર્ચ એન્ડીંગના કારણે
જામનગર તા. ર૬ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવવા નાણાકીય વર્ષનું છેલ્લુ અઠવાડીયુ હોવાથી લોકોને પણ સમયસર બાકી વેરો ભરપાઈ કરી આપવા અનુરોધ કર્યો છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા જુના બાકી વેરા ભરપાઈ કરનાર આસામીને ૧૦૦ ટકા વ્યાજ માફી આપવામાં આવી રહી છે. હવે આ યોજનાની મુદ્દત પૂર્ણ થતી હોવાથી અનેક મિલકતધારકો પૈસા ભરવા મહાનગરપાલિકા પહોંચી રહ્યા છે.
બીજી તરફ વાર્ષિક લક્ષ્યાંક સુધી પહોંચવા માટે વેરા શાખા પણ વસુલાત ઝુંબેશ ચલાવી રહી છે. હવે વર્ષ વર્ષ ર૦ર૩-ર૪નું છેલ્લુ અઠવાડીયું બાકી છે. ત્યારે વધુને વધુ વેરા રકમ મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આગામી શુક્રવારના ર૯ ના ગુડ ફ્રાઈડેની અને તા. ૩૧ અને રવિવારે જાહેર રજા છે. આમ છતાં આ બન્ને રજાના દિવસોમાં મહાનગરપાલિકાના કેશ કાઉન્ટરો અને સિવીક સેન્ટરોમાં વેરો વસુલાતની કામગીરી યથાવત રીતે ચાલુ રાખવામાં આવનાર છે.
નગરજનો પણ વ્યાજ માફી યોજનાનો લાભ મેળવે તેવો અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial