Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેજ ૯૧ ટકાઃ પવનની ઝડપ પ્રતિકલાક ર૦ થી રપ કિ.મી.
જામનગર તા. ર૬ઃ જામનગરમાં ગત્ ગુરુવારે મહત્તમ તાપમાન ૩૭.૬ ડીગ્રીએ પહોંચી જતા જનતાએ બપોરે આકરા તાપનો અનુભવ કર્યો હતો, પરંતુ ત્યારપછી તેજીલા વાયરાઓના પગલે તાપમાનમાં સતત ઘટાડો થતાં ગરમીમાં પણ ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સતત વધતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી.
જામનગરમાં આજે બપોરે પૂરા થતાં ચોવીસ કલાકના તાપમાનમાં આંકડા બાજરા સંશોધન કેન્દ્ર પાસેથી પ્રાપ્ત થયા હતાં. જેમાં ૧.પ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી અને અડધો ડીગ્રી વધીને લઘુતમ તાપમાન રર.પ ડીગ્રી નોંધાયું હતં. તાપમાનમાં થયેલા વધારાના પગલે બપોરે ગરમીમાં આંશિક વધારો થયો હતો. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા ઘટીને ૯૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા પવનના પગલે સાંજીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા નગરજનોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial